સુરેન્દ્રનગર/ લીંબડી મંગલ મંદિરમાં સર્જાયા હૃદયદ્રાવક દ્રશ્યો, પત્રકારોની મદદથી બહેનનું કરવાયું પરિવાર સાથે મિલન

લીંબડી મંગલ મંદિર માનવ સેવા પરિવાર દ્વારા એક યુવતીનું તેના પરિવર સાથે મિલન કરાવાયું, લાગણીસભર દ્રશ્યો સર્જાયા, રસ્તા પરથી મળી આવ્યા બાદ…

Gujarat Others

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી મંગલ મંદિર માનવ સેવા પરિવાર દ્વારા આજ રોજ એક બહેનને પોતાના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યુ ત્યારે હ્રદયદ્વારક દ્રશ્યો સર્જાયા હતા. લીંબડીના ડીવાયએસપી તથા પોલિસ સ્ટાફ તથા ત્યાંના સ્થાનિક પત્રકારોની મદદથી આ બેનને સંસ્થામાં સારવાર હેઠળ લાવવામાં આવેલા હતા.

આ પણ વાંચો :સ્મૃતિ ઈરાનીએ SOU ખાતે નવનિર્મિત રેડિયો સ્ટેશનની લીધેલી મુલાકાત,ગણપતસિંહ વસાવાએ આવકાર્યા

લીંબડી મંગલ મંદિર માનવ સેવા પરિવારમાં રંજનબેન વિપુલભાઈ ધોળકિયા જે છેલ્લા 15 દિવસથી સારવાર હેઠળ હતા. આ બેન લીંબડી ખાતે હતા ત્યાંથી લીંબડીના ડીવાયએસપી તથા પોલિસ સ્ટાફ તથા ત્યાંના સ્થાનિક પત્રકારોની મદદથી આ બેનને સંસ્થામાં સારવાર હેઠળ લાવવામાં આવેલા હતા. જયારે આ બેન સંસ્થામાં આવ્યા ત્યારે તે બેહોશ હાલતમાં હતા. જે સ્થળેથી લાવવામાં આવ્યા તે સ્થળે તેમણે કપડાં પણ પહેર્યા ન હતા અને વ્યવસ્થિત કપડાં પહેરાવીને સંસ્થામાં સારવાર હેઠળ લાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ચોટીલામાં ચામુંડા માતાજીના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, ડુંગરના દરવાજા બંધ કરવાની ફરજ પડી

આ પણ વાંચો :ઉપલેટા નજીક ઇકો ગાડીનુ ટાયર ફાટતા ભાવી દંપતીના મોત થયા

સંસ્થા દ્વારા તેમની દવા શરુ કરવામાં આવી હતી. અને તેમને થોડી થોડી રિકવરી આવતી ગઈ અને તેમણે જણાવ્યું કે તેમના પતિનું નામ વિપુલભાઈ છે જે સુરત રહે છે. તેને 5-7 વર્ષનો દીકરો પણ છે અને ભાઈ છે વસંતભાઈ જે મહારાષ્ટ્રના અકોલા ગામમા રહે છે.અને તાત્કાલિક ધોરણે તેના પરિવારની શોધ કરવામાં આવી અને તેના પતિ, દીકરો અને તેના ભાઈ તેને લેવા માટે સંસ્થામાં આવ્યા અને રંજનબેનને જોઈ આંખો ભરાઈ આવી અને પરિવાર મળતા પરિવારમાં ખુશીની લાગણી છવાઈ હતી. જ્યારે વિપુલભાઈએ સંસ્થાનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો.

આ પણ વાંચો :જન્માષ્ટમીના પાવન પર્વ પર ચોટીલા દર્શન કરવા આવેલી મહિલાએ પગથિયાં પર આપ્યો બાળકીને જન્મ

આ પણ વાંચો :અરવલ્લી ધનસુરાનાં બિલવણીયા ગામે માતાએ દીકરો ગુમાવ્યો, શકમંદોએ મૃતકની માતાને મારમારી માતા વિરુદ્ધ જ

આ પણ વાંચો :પંચમહાલ જિલ્લામાં જન્માષ્ટમીની સાંજે સાર્વત્રિક મેઘમહેરથી ધરતીપુત્રો ખુશખુશાલ