ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે સિહોર માંથી ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ભરીને બુટલેગરને ડિલીવરી આપવા જઈ રહેલી ટ્રકને ઝડપી લીધો હતો. જેમાં રાજસ્થાનના ટ્રક ચાલક તથા કલીનર ની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ બિયરનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપીઓ ફરાર થઈ ગયા છે. હાલનાં તહેવારોની સિઝન તથા આગામી દિવસોમાં આવનાર ગણપતિ ઉત્સવ નવરાત્રી સહિતના પર્વોને ધ્યાનમાં રાખીને ભાવનગર શહેર-જિલ્લા ના દારૂના નશાની લતવાળા વ્યક્તિઓની માંગને પહોંચી વળવા સક્રિય થઈ ગયાં છે અને કાયદાની કડકાઈ વચ્ચે પણ પરપ્રાંત માથી લાખ્ખોની કિંમતનો ઇંગલિશ દારૂ -બિયરનો જથ્થો મંગાવી રહ્યાં છે પરંતુ લાંબા કાનૂનના હાથ આવાં જથ્થા સુધી આસાની થી પહોંચી જતાં જોવા મળી રહ્યાં છે. અને છાશવારે લાખ્ખો રૂપિયા નો દારૂ-બિયરનો જથ્થો ઝડપાતો હોવાનાં અહેવાલો પ્રચાર માધ્યમોમાં પ્રસિદ્ધ થતાં રહે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત મોડી રાત્રે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ સિહોર તરફ પેટ્રોલિંગમ કરી રહી હતી તે્ દરમ્યાન બાતમીદારો પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે સિહોર તાલુકાના દેવગાણા ગામનો નરેશ નંદલાલ જાળેલા ઉર્ફે લતીફ તથા તેના સાગરીત રાહુલ લક્ષ્મણ બારૈયા એ રાજસ્થાન થી મસમોટો વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો મંગાવ્યો છે. જેની કન્ટેનર ટ્રકમાં ડીલેવરી આવી રહી છે. આથી ટીમે સિહોર માં વોચ ગોઠવી ક્રિષ્ણા પાર્ક પાસે કિસાન માર્બલ સામે રોડ પરથી પસાર થઈ રહેલ ટ્રક નં-જી-જે-18-એ,ઝેડ,-9531ને અટકાવી તલાશી લેતાં ટ્રક માંથી પરપ્રાંતિય બનાવટની દારૂની બોટલ નંગ-948 કિંમત રૂ,2,95,000 બિયર નંગ- 2040 કિંમત રૂ,2,04,000 કેરેટ નંગ-10 કિંમત રૂ,2300 ટ્રક કિંમત રૂ,10,00,000 સાથે ટ્રક ડ્રાઈવર પ્રતાપસિંહ હિંમતસિંહ સિસોદિયા તથા કલીનર ભેરૂસિંહ માનસિંહ સિસોદિયા બન્ને રાજસ્થાનના વતની હોય બન્ને ધડપકડ કરી
તેમની પુછતાછ હાથ ધરતા તેઓએ આ દારૂનો જથ્થો દેવગાણા ગામનાં રાહુલ લક્ષ્મણ બારૈયા તથા નરેશ નંદલાલ જાળેલા ઉર્ફે લતીફએ મંગાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આથી રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર તથા કલીનરની ધડપકડ કરી દારૂ,બિયર,ટ્રક મળી કુલ રૂ,15,11,500 નો મુદ્દામાલ સિહોર પોલીસ સ્ટેશનમાં જમા કરાવી નરેશ ઉર્ફે લતીફ તથા રાહુલને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
દુર્ઘટના / US નેવીનું હેલિકોપ્ટર સેન ડિએગો નજીક ક્રેશ, સર્ચ ઓપરેશન હાથ ધરાયું
