બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની માતા અરુણા ભાટિયા મુંબઈની હોસ્પિટલમાં દાખલ છે. અહેવાલ છે કે તેમની હાલત નાજુક છે અને આ કારણોસર તેમને મુંબઈની હિરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરિવારની વિનંતી પર હોસ્પિટલે અરુણા ભાટિયાની સારવારની વિગતો છુપાવી રાખી છે. અક્ષયકુમારની માતાને શુક્રવારે સાંજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે અક્ષય કુમારને તેમની માતાના સમાચાર મળ્યા બાદ તે સત્વેર યુકેથી ભારત આવ્યાે. અક્ષય સોમવારે સવારે ભારત પહોંચ્યો હતો. અક્ષય કુમાર યુકેમાં ફિલ્મ સિન્ડ્રેલાનું શૂટિંગ કરી રહ્યો હતો. અક્ષય વગર આ ફિલ્મનું શૂટિંગ ચાલુ રહેશે. હવે તે દ્રશ્યો શૂટ કરવામાં આવશે જેમાં અક્ષયની જરૂર નથી.
ગયા વર્ષે અક્ષય કુમારે લંડનમાં બેલ બોટમ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. આ દરમિયાન, તેમણે તેની માતા સાથે સમય પસાર કરવા વિશે એક પોસ્ટ શેર કરી. તેમણે કહ્યું હતું કે વ્યસ્ત સમયપત્રકમાંથી સમય કાઢીને તેમની માતા સાથે સમય વિતાવે છે. તેણે લખ્યું હતું કે, ‘શૂટિંગના દિવસોમાં ટાઇમ મેનેજ કરીને હું મારી માતા સાથે લંડનમાં સમય પસાર કરી રહ્યો છું. ભલે તમે ગમે તેટલા વૃદ્ધ હોય અથવા તમે જીવનમાં કેટલા વ્યસ્ત છો, ભૂલશો નહીં કે તમારા માતાપિતા પણ વૃદ્ધ થઈ રહ્યા છે . તેથી જ્યારે પણ તમે તમારા માતાપિતા સાથે સમય પસાર કરી શક્તા હોવ તો કરો.
Movie Masala / આગામી ફિલ્મના શુટિંગ માટે પુણે પહોંચ્યા શાહરૂખ ખાન-નયનતારા, જુઓ કિંગ ખાનનો લુક
હેલ્થ અપડેટ / સાયરા બાનોને હોસ્પિટલમાંથી મળી રજા, જાણો કેવી છે હવે તબિયત
Bollywood / કેટરિના કૈફે ટાઈગર-3 ના શૂટિંગ વચ્ચે તુર્કીથી શેર કરી સુંદર ફોટો, જુઓ
Bollywood / સુપરફિટ મિલિંદ સોમને કેમ કરાવ્યું CT Scan? જાણો શું આવ્યો એક્ટરનો રીપોર્ટ
Video / કોંગ્રેસના નેતા શશિ થરૂરે ઉઠાવ્યું માઈક અને તેઓ ગાવા લાગ્યા “એક અજનબી સે….
