વડોદરા શહેરમાં મોડી રાત્રે નીકળેલા તાજીયા વિસર્જનના જુલુસ પર પથ્થરમારો થતા પરિસ્થિતિ વધુ તંગદીલી બની હતી. શહેરના અતિ સંવેદનશીલ ગણાતા પાણીગેટ વિસ્તારમાં બે કોમના ટોળાં સામ સામે આવી પથ્થરમારો થયો હતો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

હિંસક બનેલા ટોળાએ રોડ પર પાર્ક કરાયેલી ૮ થી ૧૦ બાઈકને આગચંપી કરી તેમજ લારીઓની તોડફોડ કરી હતી. પરિસ્થિતિ બેકાબુ બનતા તોફાની ટોળાંને કાબુમાં લેવા માટે પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. પથ્થરમારા દરમિયાન ખાનગી ફાયરીંગ થતા બે યુવાનોને પણ ઈજા પહોચી હતી.
સમગ્ર ઘટના મામલે પાણીગેટ પોલીસે હિંસક ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કરી પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે.
