Shocking/ દારૂનાં નશામાં અડધી રાત્રે મોડેલે કરી એવી હરકત, યુઝર્સ બોલ્યા- કેસ કરી દો

દિલ્હીની એક મોડેલે મધ્યરાત્રિએ રસ્તાની વચ્ચે કઇંક એવુ કર્યુ કે સૌ કોઇ ચોંકી ગયા હતા. આ મોડેલે રસ્તાની વચ્ચે એક હાઇ વોલ્ટેજ ડ્રામા કલાકો સુધી કર્યો હતો.

India

આાપણા દેશની સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં વખાણવામાં આવે છે, પરંતુ આજકાલ, નાની ઉંમરે, નશાનો શોખ દેશનું નામ ખરાબ કરી રહ્યુ છે. આજનાં યુવાનો નશામાં એટલા મસ્ત થઇ ગયા છે કે તેઓ ઘમીવાર ભાન ભૂલી જાય છે કે તેઓ શું કરે છે.

આ પણ વાંચો – National / હું અહીં માતા વૈષ્ણોદેવીના દર્શન માટે આવ્યો છું, કોઈ જ રાજકીય ટિપ્પણી નહીં : રાહુલ ગાંધી

તાજેતરનો મામલો મધ્યપ્રદેશનાં ગ્વાલિયરથી બહાર આવી રહ્યો છે. જ્યા દિલ્હીની એક મોડેલે મધ્યરાત્રિએ રસ્તાની વચ્ચે કઇંક એવુ કર્યુ કે સૌ કોઇ ચોંકી ગયા હતા. આ મોડેલે રસ્તાની વચ્ચે એક હાઇ વોલ્ટેજ ડ્રામા કલાકો સુધી કર્યો હતો. મોડેલ પોલીસને ઉધી-સીધી વાતો કહેતી જોવા મળે છે. વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ સાથે, પ્રતિક્રિયાઓ પણ રમુજી આવી રહી છે. માંડ માંડ પોલીસે દારૂ પીધેલી છોકરીને શાંત કરી અને તેને પોલીસ સ્ટેશન લઇને આવી. હવે યુવતીએ પોલીસ સ્ટેશનમાં પણ પોલીસને સંભળાવવાનું શરૂ કર્યું. આ વીડિયો અત્યાર સુધી હજારો વખત જોવામાં આવ્યો છે. વીડિયોમાં મોડેલનું નામ જણાવવામાં આવ્યું નથી. નશામાં રહેલી છોકરીએ હદ પાર કરી દીધી હતી.

તેણે સેનાની જીપ પર પણ તોડફોડ શરૂ કરી હતી. સ્થળ પર હાજર લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો, જે આ સમયે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, યુવતીએ વીડિયો બનાવતા લોકો સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો. આપને જણાવી દઇએ કે, આરોપી છોકરીએ કહ્યું કે, તે દિલ્હીની એક મોડેલ છે. યુવતીની ઉંમર 22 થી 24 ની આસપાસ જણાતી હતી. બાદમાં મહિલા પોલીસકર્મીઓએ યુવતીની ધરપકડ કરી અને પછી તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી. પોલીસનું કહેવું છે કે, યુવતીએ ખૂબ દારૂ પીધો હતો. સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો – ગણપતિ ઉત્સવ / ભોપાલના મુર્તિકારનો અનોખો અંદાજ, ગાયના છાણમાંથી બનાવી ભગવાન ગણેશની મૂર્તિ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરી યોગ્ય રીતે ઉભી પણ રહી શકતી ન હોતી. યુવતીને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવી રહી છે. યુઝર્સ તેને પોતાની શૈલીમાં ખરી ખોટી સંભળાવી રહ્યા છે. જો કે, જ્યારે છોકરીનો નશો ઓછો થશે, ત્યારે તે તેની હરકતો માટે ચોક્કસ પસ્તાશે. એક યુઝરે લખ્યું છે કે, તેને આ રીતે સેનાનાં જવાનો સાથે વ્યવહાર ન કરવો જોઇએ. બીજાએ લખ્યું છે કે, તે મોટા ઘરની બગડેલી દિકરી છે. છોકરી સામે કેસ નોંધવો જોઈએ.