અફઘાનિસ્તાનમાં તાલિબાનનાં આગમન પછી, આ દેશની તમામ રમત પ્રવૃત્તિઓ પણ આ આતંકવાદી સંગઠન દ્વારા નિયંત્રિત કરવામાં આવી છે. દરમિયાન, ગુરુવારે, અફઘાનિસ્તાને આગામી ટી-20 વર્લ્ડ કપ 2021 માટે તેમની ટીમની પસંદગી કરી. અફઘાનિસ્તાને ટીમની જાહેરાત કરતા જ ટી 20 ટીમના કેપ્ટન રાશિદ ખાને કેપ્ટન પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી. રાશિદે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ લખીને આ માહિતી આપી હતી.
🙏🇦🇫 pic.twitter.com/zd9qz8Jiu0
— Rashid Khan (@rashidkhan_19) September 9, 2021
આ પણ વાંચો – Cricket / બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે T20 WorldCup માટે ટીમની કરી જાહેરાત
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનાં સ્ટાર લેગ સ્પિનર રાશિદ ખાને કેપ્ટનશીપ પદેથી રાજીનામું આપી દીધું છે. કેપ્ટનશીપમાંથી રાજીનામું આપતા રાશિદ ખાને કહ્યું છે કે, આગામી ટી 20 વર્લ્ડકપ માટે રાષ્ટ્રીય ટીમને અંતિમ રૂપ આપતા પહેલા તેમનો અભિપ્રાય માંગવામાં આવ્યો ન હતો. તાજેતરમાં, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ટી 20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી અને રાશિદ ખાનને કેપ્ટન બનાવ્યો હતો. જ્યારે અનુભવી વિકેટકીપર મોહમ્મદ શહઝાદને પણ આગામી મહિને શરૂ થનારી મોટી ઇવેન્ટ માટે 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. 22 વર્ષીય સ્પિનરે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરેલી પોસ્ટમાં કહ્યું, “કેપ્ટન અને દેશ માટે જવાબદાર વ્યક્તિ તરીકે, હું ટીમની પસંદગીનો ભાગ બનવાનો અધિકાર અનામત રાખું છું.” પસંદગી સમિતિ અને ACB એ ટીમ માટે મારી સંમતિ લીધી નથી જેની જાહેરાત ACB મીડિયા દ્વારા કરવામાં આવી છે. હું અફઘાનિસ્તાન ટી 20 ટીમનાં કેપ્ટનપદેથી રાજીનામું આપવાનો નિર્ણય તુરંત જ લઈ રહ્યો છું. અફઘાનિસ્તાન માટે રમવું મારા માટે હંમેશા ગૌરવની બાબત રહી છે.
આ પણ વાંચો – Cricket / તાલિબાનનાં મહિલા ક્રિકેટ પર પ્રતિબંધ બાદ ઓસ્ટ્રેલિયા લઇ શકે છે મોટો નિર્ણય
ટી 20 વર્લ્ડ કપ માટે અફઘાનિસ્તાન ટીમ:
રશીદ ખાન, રહેમાનુલ્લાહ ગુરબાઝ, હઝરતુલ્લાહ ઝાઝાઈ, ઉસ્માન ગની, અજગર અફઘાન, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝાદરાન, હસમતુલ્લાહ શાહિદી, મોહમ્મદ શહઝાદ, મુજીબ ઉર રહેમાન, કરીમ જન્ત, ગુલબાદીન નાયબ, નવીન ઉલ હક, હમીદ હસન , શરાફુદ્દીન અશરફ, કૈસ અહમદ, શાપુર ઝદરાન, દૌલત ઝાદરાન.
રિઝર્વ: અધિકારી ઝાઝાઈ, ફરીદ અહમદ મલિક.
Afghanistan National Cricket Team Squad for the World T20 Cup 2021. pic.twitter.com/exlMQ10EQx
— Afghanistan Cricket Board (@ACBofficials) September 9, 2021
તાલિબાનોએ દેશ પર કબજો જમાવ્યો ત્યારથી અફઘાનિસ્તાનમાં અશાંતિ ફેલાઇ ગઇ છે. આ સ્ટાર લેગ સ્પિનરને જુલાઈમાં વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ટી 20 કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) એ ગુરુવારે સ્પષ્ટતા કરી હતી કે, જો તાલિબાન શાસનમાં મહિલાઓને રમત રમવાની મંજૂરી ન હોય તો તે આવતા મહિને અફઘાનિસ્તાનની પુરુષ ટીમની યજમાની કરશે નહીં. ટી 20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન યુએઈમાં યોજાવાનો છે.
