ગણેશોત્સવ/ અજય દેવગને ગણેેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવતા બપ્પાનું કર્યુ સ્વાગત

કોરોના મહામારી વચ્ચે અભિનેતા અજય દેવગને ગણપતિ ચતુર્થીની શુભકામનાઓ આપતા ગણપતિ બપ્પાનું સ્વાગત કર્યુ છે. 

Top Stories Dharma & Bhakti Navratri 2022
શુભકામનાઓ

આજે કોરોના મહામારી વચ્ચે સમગ્ર દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ખાસા કરીને મહાારાષ્ટ્રની વાાત કરીએ તો અહી લોકોએ મહિનાઓ પહેલાથી બપ્પાને ઘરે લાવવાની તૈયારીઓ કરી છે. ગણેશ ચતુર્થીમાં મોટા ભાગનાં લોકો બપ્પાને પોતાનાા ઘરે લાવે છે અને તેમની પૂજા કરે છે. વળી  આવી સ્થિતિમાં બોલિવૂડ સ્ટાર્સ આ ઉજવણીમાં કેવી રીતે પાછળ રહી શકે છે.

આ પણ વાંચો – તહેવાર / ગણેશ ચતુર્થી પહેલા મુંબઈથી ડરાવે તેવા દ્રશ્યો સામે આવ્યા, Video

આપને જણાવી દઇએ કે, બોલિવૂડ સ્ટાર્સ હંમેશા ગણપતિ ભક્તિમાં મોખરે રહે છે. ગણપતિને બોલિવૂડ સ્ટાર એટલી અતૂટ શ્રદ્ધા અને આદર આપે છે કે તે દર વર્ષે પોતાના ઘરમાં બાપ્પાની સ્થાપના કરે છે. આ બધાની વચ્ચે અભિનેતા અજય દેવગને ગણપતિ ચતુર્થીની શુભકામનાઓ આપતા ગણપતિ બપ્પાનું સ્વાગત કર્યુ છે. અજય દેવગને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોતાની એક થ્રોબેક તસવીર શેર કરી છે, જેમાં તે મુંબઈનાં ‘લાલબાગચા રાજા’ નાં આશીર્વાદ લેતા જોવા મળી રહ્યા છે. આ ફોટો શેર કરતા અજય લખે છે કે, “ભગવાન ગણેશ શાંતિ, સમૃદ્ધિ, પ્રગતિ, સુખ અને આરોગ્ય તમામ બાબતોનાં આશ્રયદાતા છે. ચાલો આજે આપણા પ્રિય દેવને આવકારવા પ્રાર્થના કરીએ. ગણપતિ બાપ્પા મોર્યા… ગણેશ ચતુર્થીની શુભકામનાઓ. ગણેશ ચતુર્થીને લઈને બોલિવૂડમાં હંમેશા એક અલગ જ ક્રેઝ જોવા મળે છે. એક તરફ બોલિવૂડ સ્ટાર્સ ગણપતિ બાપ્પાનું તેમના ઘરે સ્વાગત કરે છે. ત્યાં તેઓ જુદા જુદા મંદિરોમાં જાય છે અને તેમના દર્શન કરે છે. શિલ્પા શેટ્ટી, સોનુ સૂદ, સલમાન ખાન, વિવેક ઓબેરોય, જીતેન્દ્ર, ગોવિંદા, કાજોલ, નીલ નીતિન મુકેશ દ્વારા અહીં બાપ્પાની ભવ્ય પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે.

https://www.instagram.com/p/CTn9oScoLSS/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો – તહેવાર / આજથી 10 દિવસનો ગણેશોત્સવ શરૂ, મહારાષ્ટ્રમાં સરકારે ભીડ ન ભેગી કરવા કરી અપીલ

ઉલ્લેખનીય છે કે, સનાતન પરંપરામાં ભગવાન ગણેશની પૂજા સૌથી પહેલા માનવામાં આવે છે. વિદ્યા, બુદ્ધિ, અવરોધોનો નાશ કરનાર, સમૃદ્ધિ, શક્તિ અને સન્માન આપનાર દેવ તરીકે પણ તે પૂજાય છે. લોકો શુભ કાર્યોનાં પ્રતિકરૂપે ભગવાન ગણેશની પૂજા કરે છે, જેથી તેઓ જે કાર્ય કરે છે તેમા વિજય પ્રાપ્ત કરી શકે. આ તહેવાર મંગલ મૂર્તિની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે ગણેશ ચતુર્થી ઘણા શુભ સંયોગો લઈને આવી રહી છે. આ વર્ષે ગણેશ ચતુર્થી પર ઘણા શુભ યોગ બની રહ્યા છે જે આ તહેવારને વધુ વિશેષ બનાવી રહ્યા છે. 10 સપ્ટેમ્બર 2021 નાં ​​રોજ ગણેશ ચતુર્થી પર બુધ અને મંગળ કન્યા રાશિમાં જોડાશે ઉપરાંત શુક્ર અને ચંદ્ર તુલા રાશિમાં જોડાશે. તુલા રાશિ શુક્રની પોતાની રાશિ છે અને શુક્ર અને ચંદ્ર મહિલા પ્રભુત્વ ધરાવતા ગ્રહો માનવામાં આવે છે, તેથી આ ઘરમાં આ બંનેનાં સંયોગને કારણે આ ગણેશ ચતુર્થી મહિલાઓ માટે ખૂબ જ શુભ રહેશે. આ દિવસની સારી વાત એ છે કે આ દિવસે સૂર્ય અને શનિ પોતપોતાની રાશિઓમાં રહેશે. સમાજ અને સરકાર માટે આ ખૂબ જ સુખદ પરિસ્થિતિ હશે.