Not Set/ વૈષ્ણવ જન તો તેને રે કહિએ !

વૈષ્ણવ જન તો તેને રે કહીએ શું છે આજના સમયમાં આ કડીનો મતલબ ? એક દિવસ આપણે દેશના રાષ્ટ્રપિતા તેમજ ભૂતપૂર્વ વડાપ્રધાન એવા લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરતાંં હોઈએ છીએ પણ આ યાદ માત્ર એક દિવસ પૂરતી જ હોય છે. આધુનિક યુગમાં એક આદર્શ નાગરિક તરીકે સવાલ ચોક્કસથી થાય કે આજના યુગમાં ગાંધીજી કેટલા પ્રસ્તુત? ગાંધીજીના જન્મથી […]

India

વૈષ્ણવ જન તો તેને રે કહીએ શું છે આજના સમયમાં આ કડીનો મતલબ ? એક દિવસ આપણે દેશના રાષ્ટ્રપિતા તેમજ ભૂતપૂર્વ વડાપ્રધાન એવા લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરતાંં હોઈએ છીએ પણ આ યાદ માત્ર એક દિવસ પૂરતી જ હોય છે. આધુનિક યુગમાં એક આદર્શ નાગરિક તરીકે સવાલ ચોક્કસથી થાય કે આજના યુગમાં ગાંધીજી કેટલા પ્રસ્તુત? ગાંધીજીના જન્મથી લઈને તેમના દેહાંત સુધીની વાતો અવારનવાર આપણે કરતા હોઈએ છીએ પણ આ વાતો ત્યારે કરતાં હોઈએ છીએ જ્યારે તેમની જન્મજ્યંતી હોય કે પછી નિર્વાણ દીન હોય. પણ બાકીના દિવસોમાં ક્યાં હોય છે આપણા રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીના આદર્શો?

મહાત્મા ગાંંધી જેવા વીર પુરુષ ના આપણા વિચારોમાં જોવા મળે છે કે ના તો આપણા કહેવાતા આદર્શોમાંં. બાપુ તરીકે ઓળખાતા ગાંંધીજી જોવા મળે છે માત્ર જન્મજ્યંતિ કે નિર્વાણ દીન પર. ગાંધીજીના ફોટા નીચે જ ન ગણાય એટલી લાંચો લેવામાં આવે છે અને આપવામાં આવે છે. પણ આ વિશે સામાન્ય નાગરિક એટલો જ ગુનેગાર હોય છે જેટલો લાંચ લેનાર વ્યક્તિ. આદર્શ માત્ર બોલવાથી આદર્શ આત્મામમાં ઉતરતો નથી પણ આદર્શ એ જ પામી શકે છે જે ખરેખર પરમ અને આત્માનો પાતળો ભેદ સમજી જતો હોય છે.

એટલે જ પરમ અને આત્માનો સમન્વય હતાં માત્ર એક લાકડી લઈને આખા દેશમાંં ફરતાં આપણા લોકલાડિલા એવા ગાંધી બાપુ. બાપુને કોઈ ઓળખની જરૂર નહોતી. દેશમાં કે વિદેશમાં જ્યારે ગાંધી બાપુને કોઈ પત્રવ્યવહાર કરતુંં હતું ત્યારે કોઈને બાપુના સરનામાની જરૂર નહોતી રહેતી, દરેક વ્યક્તિ માત્ર એક જ નામથી પત્ર વ્યવહાર કરતાં હતાંં અને તે નામ હતું, GANDHIJI – INDIA. અને મહત્વની વાત એ હતી કે બાપુ ગમે ત્યાં હોય આ પત્ર ત્યાં સમયસર પહોંચી જતો. આવા હતાં આપણા દેશના એક માત્ર એવા મોહનદાસ કરમચંંદ ગાંધી.