Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

બિહાર/ વૃદ્ધાવસ્થા પેન્શન ચેક કરવા ગયા વૃદ્ધ, ખાતામાં આટલા કરોડ જોઇને ઉડી ગયા હોશ!!

એક વૃદ્ધ પોતાના પેન્શનની રકમ ચેક કરાવા ગયા તો તેના ખાતામાં 52કરોડ રૂપિયા હોવાનું સામે આવતા તેનો આખો પરિવાર ચોંકી ઉઠ્યો હતો.

September 17, 2021September 17, 2021Maya Sindhav
India Trending
ખાતામાં

બિહારમાં અચાનક લોકોના બેંક ખાતામાં નાણાં આવવાનો સિલસિલો યથાવત છે. ખાતામાં સતત મોટી રકમ આવી રહી છે. કટિહારના કેસની ચર્ચા હજુ પૂરી થઈ નથી કે મુઝફ્ફરપુર જિલ્લામાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક બેંક ખાતામાં 52 કરોડ રૂપિયાથી વધુ રકમ આવી છે. જે વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમના ખાતામાં આ રકમ મળી છે તેઓ ખુશી વ્યક્ત કરી શકતા નથી.

આ પણ વાંચો :ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન કોહલીએ ઈન્ડિયાનાં કેપ્ટન સમાન PM મોદીને પાઠવી જન્મદિવસની શુભકામનાઓ

આપને જણાવી દઈએ કે, મુજફ્ફરપુર જીલ્લામાં રહેતા રામ બહાદુર શાહ પોતાના વૃદ્ધ પેન્શનની રકમ ચેક કરાવવા માટે એસીએસપી સંચાલક પાસે ગયા હતા. જ્યાં રામ બહાદુરના ખાતામાં 52કરોડથી વધુની રકમ હોવાનું સંચાલકે જણાવતા બધા ચોંકી ઉઠ્યા હતા કે આટલી મોટી રકમ આવી ક્યાંથી ? વૃદ્ધે જણાવ્યું હતું કે તેઓ ખેતી કરીને જીવન પસાર કરે છે. તેના દીકરાએ જણાવ્યું હતું કે મારા પિતાજીના ખાતામાં 52 કરોડથી વધુની રકમ આવી જતા અમે લોકો પણ ચોંકી ઉઠ્યા છીએ. અમે ખેડૂત છીએ, ગરીબ પરિવારમાંથી છીએ અને સરકાર દ્વારા અમને પણ કંઇક મદદ કરવામાં આવે.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીનો જન્મદિવસ અને ટ્વિટર પર રાષ્ટ્રીય બેરોજગાર દિવસનો ટ્રેન્ડ, લોકોએ કહ્યું – બે કરોડ નોકરીઓ ક્યાં છે?

આ મામલે કટરા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેકટર મનોજ પાંડેએ જણાવ્યું છે કે સ્થાનિક લોકો અને મીડિયાના માધ્યમથી તેઓને જાણકારી મળી છે કે સિંગારીના એક વ્યક્તિના ખાતામાં 52 કરોડથી વધુ રૂપિયા આવી ગયા છે. જેને લઇને અધિકારીઓ દ્વારા જે પણ આદેશ આપવામાં આવશે તેનું અમે પાલન કરીશું.

આ પણ વાંચો : કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા સામાન્ય દર્દી બની હોસ્પિટલ ગયા તો ગાર્ડે ફટકારી લાકડી, પછી જાણો શું થયું ? 

હાલમાં, અમે સ્થાનિક ચોકીદારને આ બાબતે જાણ કરી છે. આવતીકાલે સવારે પોલીસ અધિકારી જઇને આ મામલાની તપાસ કરશે અને તે અધિકારીઓની સંબંધિત બેંકમાં પણ પૂછપરછ કરવામાં આવશે જેમાં તેનું ખાતું છે.

આ પણ વાંચો : PM મોદીને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ જન્મદિવસની પાઠવી શુભકામનાઓ

નોંધનીય છે કે અગાઉ કટિહારમાં બે શાળાના વિદ્યાર્થીઓના બેંક ખાતામાં 960 કરોડ રૂપિયા આવવાના સમાચાર આવ્યા બાદ લોકોને આશ્ચર્ય થયું હતું. જોકે, આ સમાચાર પાછળથી બેન્કે ટેકનીકલ ખામી તરીકે જણાવ્યા હતા. જ્યારે ખાગરીયામાં એક વ્યક્તિના ખાતામાં 5.50 લાખ રૂપિયા આકસ્મિક રીતે આવી ગયા હતા.

આ પણ વાંચો :PM મોદીનો આજે રાજ્ય અને દેશભરમાં મનાવાશે જન્મદિવસ

Post navigation

મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ ફીચર લાવ્યું જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, જાણો વિગતો
એમએસ ધોની અને આનંદ મહિન્દ્રાને ભારત સરકારમાં મોટી જવાબદારી મળી

More Posts

Not Set/ રોડ પર શાકભાજી વેચતા જોવા મળી આ બોલિવૂડ એક્ટ્રેસ, શા માટે થઇ આવી હાલત..

August 23, 2018August 23, 2018Maya Sindhav

દુર્ઘટના/ ગુરૂગ્રામમાં તળાવમાં ન્હાવા પડેલા 6 બાળકોના ડૂબી જવાથી મોત

October 9, 2022garima rao

National News/ ‘રાષ્ટ્ર તેમની હિંમત અને સંઘર્ષને ક્યારેય ભૂલી શકશે નહીં’, સાવરકર જયંતિ પર PM મોદીનું ટ્વિટ

May 28, 2025Panara Mansi

History/ કોણ હતો અફઝલ ખાન? જેને જ્યોતિષીઓની ભવિષ્યવાણી પર 63 પત્નીઓને મોતને ઘાટ ઉતારી…

May 14, 2024May 14, 2024Komal Patel

Not Set/ પુરુષોની સરખામણીએ મહિલાઓ કેમ વધુ લાંબુ આયુષ્ય ભોગવે છે ? યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના વૈજ્ઞાનિકોનું સંશોધન

April 25, 2021padma prajay
terrorists

Sarpanch Murder Case/ જમ્મુ-કાશ્મીરમાં સરપંચની હત્યાનો મામલો પોલીસે ઉકેલ્યો, 3 આતંકવાદીઓની ધરપકડ

May 23, 2022Nita vagh

ઉત્તરપ્રદેશ/ લુલુ મોલમાં હવે બુરખો પહેરેલી મહિલાએ નમાઝ પઢતા વિવાદ

September 6, 2022September 6, 2022mustak malik

Not Set/ હિપ્પોક્રેટિકની જગ્યાએ ‘ચરક શપથ’ લેશે ભારતીય ડૉક્ટર,દાયકાઓ જૂની પરંપરા બદલવા પર તબીબી સમુદાયે શું કહ્યું જાણો

February 12, 2022garima rao
INDIA v/s Bharat

I.N.D.I.A. v/s Bharat/ દેશનું અંગ્રેજી નામ ખતમ કરવા જઈ રહી છે મોદી સરકાર, શું કરશે ‘INDIA’?

September 5, 2023khusbu pandya

Viral Video/ વ્યક્તિએ શેર કર્યો ગુરુગ્રામમાં ભયંકર ટ્રાફિક જામનો વીડિયો, કહ્યું બેંગલુરુ કરતાં પણ ખરાબ છે અહીંની સ્થિતિ, લોકોએ આપી પ્રતિક્રિયા

October 7, 2023October 7, 2023Mansi Panara
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy