BCCI દ્વારા ટી-20 વિશ્વકપ બાદ અનિલ કુંબલે અને વીવીએસ લક્ષ્મણને રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ ટીમના મુખ્ય કોચ તરીકે અરજી કરવા માટે કહી શકે છે. કુંબલે વર્ષ 2016-2017માં ભારતીય ક્રિકેટ ટીમના કોચ રહી ચૂક્યા છે. તે સમયે સચિન તેંદુલકર, લક્ષ્મણ અને ગાંગુલીની અધ્યક્ષતા વાળી ક્રિકેટ સલાહકાર સમિતિએ અનિલ કુંબલેના બદલે રવિ શાસ્ત્રીની નિમણૂંક કરી હતી. કેપ્ટન કોહલી સાથે થયેલા મતભેદના કારણે તેમણે પાકિસ્તાન સામે ચેમ્પિયન ટ્રોફી હાર્યા બાદ પોતાનું રાજીનામું આપી દીધું હતું.
આ પણ વાંચો : કર્ણાટકમાં એક જ પરિવારના ચાર સભ્યોએ કરી આત્મહત્યા,નવ મહિનાની બાળકીનું ભૂખથી મોત
કોચ તરીકે જો કુંબલેનું નામ આવે તો નક્કી આ નામ પાછળ કોઈક સત્યતા છુપાયેલી હશે. પરંતુ બીજી તરફ સોશિયલ મીડિયા પર રાહુલ દ્રવિડના ચાહકો તેમને કોચ બનાવવા માટે સતત માંગ કરી રહ્યા છે. સૌરવ ગાંગુલીએ આ મુદ્દે જણાવ્યું છે કે, રાહુલ સાથે આ મુદ્દે કોઈ વાત થઇ નથી પરંતુ ભવિષ્યમાં બીસીસીઆઈ તેમનું મંતવ્ય લેવા માટે ઈચ્છશે. વિરાટ કોહલીએ ટી-20 વિશ્વકપ બાદ ટી-20ની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી દીધી છે. ટી-20 વિશ્વકપ બાદ ભારતીય ક્રિકેટમાં ઘણા બદલાવ મળી શકે છે. એક તરફ ભારતને નવો કેપ્ટન ટી-20માં મળશે તો કોચ માટે પણ ભારતીય ક્રિકેટ ટીમના નવા એક સભ્યની એન્ટ્રી થશે.

ઉલ્લેખનીય છે કે, ટી-20 વિશ્વકપનું ઓકટોબરમાં આયોજન થવા માટે જઈ રહ્યું છે. 15 નવેમ્બરના રોજ ટુર્નામેન્ટની ફાઈનલ રાખવામાં આવશે. વિરાટ કોહલીની આગેવાની હેઠળ આ છેલ્લી ટી-20 ICC ટુર્નામેન્ટ હશે.
