Not Set/ ભારત સરકાર અફઘાનિસ્તાનથી આવેલા નાગરિકોને આપશે Stay Visa

17 ઓગસ્ટનાં રોજ ઇમરજન્સી વિઝા લાવવામાં આવ્યા તે પહેલા ભારત આવેલા તમામ અફઘાન નાગરિકોને એક મહિનાનાં વિઝા આપવામાં આવ્યા હતા.

Top Stories India

જ્યારે અફઘાનિસ્તાનમાં ગૃહ યુદ્ધ શરૂ થયું ત્યારે ઘણા લોકોને ત્યાંથી એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ઘણા અફઘાન નાગરિકોનો સમાવેશ પણ થાય છે. અત્યારે ત્યાં અશાંતિનો માહોલ છે, જેના કારણે ગૃહ મંત્રાલયે ભારતમાં લાવવામાં આવેલા લોકોને સ્ટે વિઝા આપવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત અફઘાન નાગરિકોને દેશમાં લાંબા સમય સુધી રહેવાની છૂટ આપવામાં આવશે. શરૂઆતમાં, તેને ઇ-ઈમરજન્સી એક્સ મિસલેનિયસ વિઝા આપવામાં આવ્યા હતા, જેનો સમયગાળો ટૂંકા હતો.

આ પણ વાંચો – AUKUS / AUKUSની જાહેરાત પહેલા જ ઓસ્ટ્રેલિયાના પીએમએ ફોન પર નરેન્દ્ર મોદીને માહિતી આપી હતી, જાણો ગઠબંધન શું છે?

આ મામલે ગૃહ મંત્રાલયનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, 17 ઓગસ્ટનાં રોજ ઇમરજન્સી વિઝા લાવવામાં આવ્યા તે પહેલા ભારત આવેલા તમામ અફઘાન નાગરિકોને એક મહિનાનાં વિઝા આપવામાં આવ્યા હતા. હવે તેને સ્ટે વિઝામાં રૂપાંતરિત કરવામાં આવશે, જેની માન્યતા એક વર્ષની હશે. તો પણ તેને લંબાવી શકાય છે. તેમણે વધુમાં કહ્યું કે, પાકિસ્તાન/બાંગ્લાદેશ/અફઘાનિસ્તાનમાં લઘુમતી સમુદાયોનાં સભ્યો લાંબા ગાળાનાં વિઝા (LTV) માટે પાત્ર છે. એટલા માટે સ્ટે વિઝા લાવવામાં આવ્યા હતા. એલટીવી હેઠળ, તેમણે કહ્યું કે રાષ્ટ્રીયતા માટે અરજી કરવા લાયક બનવા માટે દેશમાં સાત વર્ષ રહેવું પડે છે, જ્યારે ‘સ્ટે વિઝા’નાં કિસ્સામાં 12 વર્ષ રહેવું પડે છે. આ સિવાય સ્ટે વિઝા માટે ફોરેનર્સ રીઝનલ રજિસ્ટ્રેશન ઓફિસર (FRRO) ને અરજી સબમિટ કરવાની જરૂર રહેશે નહીં. અધિકારીએ અફઘાન નાગરિકો માટે જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલયને એક મહિનાનાં વિઝાની મુદ્દત પૂરી થવાની હોવાથી ઘણા લોકો પાસેથી પ્રશ્નો મળ્યા હતા. આવી સ્થિતિમાં, તે કહેવા માંગે છે કે કોઈએ ગભરાવું નહીં, તેમને એક વર્ષનું વિસ્તરણ આપવામાં આવશે. અત્યાર સુધીમાં કુલ 53 અફઘાન નાગરિકોને લાવવામાં આવ્યા છે. જેમાં 34 પુરુષો, 9 મહિલાઓ અને 10 બાળકોનો સમાવેશ થાય છે. આમાંથી 28 મુસ્લિમ છે અને બાકીનાં શીખ છે.

આ પણ વાંચો – વો ભૂલી દાસ્તાં, લો, ફિર યાદ આ ગઈ, / મહિલા મંત્રાલયમાં મહિલાઓ પર જ પ્રતિબંધ, આ છે તાલીબાનની હકીક્ત

ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન પર એસસીઓ-સીએસટીઓ સમિટમાં PM મોદીએ કહ્યું હતુ કે, અફઘાનિસ્તાનમાં ગંભીર માનવીય સંકટ છે. અફઘાનિસ્તાનમાં લોકોની આર્થિક સમસ્યાઓ આર્થિક અને વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં અવરોધને કારણે વધી રહી છે. આ સાથે કોરોનાનો પડકાર પણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે તાલિબાન સંકટના સમયમાં પણ ભારત અફઘાનિસ્તાનના નાગરિકો સાથેની તેની મિત્રતા અને જૂના સંબંધને ભૂલશે નહીં. અફઘાનિસ્તાનમાં ગંભીર માનવીય સંકટનું વર્ણન કરતા પીએમ મોદીએ કહ્યું છે કે ભારત ખોરાક અને દવા મોકલીને મદદ કરવા માંગે છે.