ગુજરાત રાજ્યમાં 108 તાત્કાલિક સેવાને બહોળો પ્રતિસાદ મળ્યો છે. રાજ્યમાં લોકોને 108 ની સેવા ચાલુ થતાં હોસ્પિટલ સુધી પહોચવા માટે હવે ઓટો રિક્ષા કે અન્ય વાહનોની રાહ નથી જોવી પડતી. આ 108ની ભવ્ય સફળતા બાદ રાજય સરકાર રાજયના ગરીબ અશક્ત અને અસહાય, વૃદ્ધ અથવા બીમાર વડીલો માટે એક નવી યોજના શરૂ કરવા જઇ રહી છે. જે અનુસાર હવે આવા બીમાર અને અશક્ત લોકોને હોસ્પિટલ સુધી લાંબા થવું નહીં પડે. અને ઘ બેઠા ડોક્ટરની સેવાનો લાભ મેળવી શકશે.
રાજ્ય સરકાર હવે દર્દીઓ માટે ડોકટર વિઝિટ યોજના શરૂ કરવા જઈ રહી છે. જે અંતર્ગત અશક્ત, વૃદ્ધ અથવા બીમારોના ઘરે પહોચી અનુભવી ડોક્ટર પોતાની સેવા આપશે. દર્દીએ ડોકટરને બતાવવા દવાખાને નહી જવું પડે. ડોક્ટરની આ વિઝિટ સંપૂર્ણ નિઃશુલ્ક રહેશે. આરોગ્ય વિેભાગ ડોકટર વિેઝીટ શરૂ કરશે. સરકાર દ્વારા આ અંગે એક નવી પોલિસી શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રીની મંજૂરી બાદ આ યોજનાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
World / સલમાન રશ્દીના હુમલાખોરે કહ્યું- હું તેને પસંદ નથી કરતો, તે બચી જતા આશ્ચર્ય થયું
