- પંજાબનાં નવા CM તરીકે ચરણજીતસિંહે લીધાં શપથ
- પંજાબને મળ્યાં પહેલાં દલિત મુખ્યમંત્રી
- રાજભવનમાં શપથ સમારોહનું આયોજન
- ઓપી સોનીએ મંત્રીપદનાં લીધાં શપથ
- સુખજિંદર રંધાવાએ મંત્રીપદનાં શપથ લીધાં
- નવજોત સિદ્ધુ,સુનીલ જાખડ સહિત નેતા રહ્યાં હાજર
મુખ્યમંત્રી પદેથી કેપ્ટન અમરિંદર સિંહનાં રાજીનામા બાદ ચરણજીત સિંહ ચન્ની સાથે કોંગ્રેસને પંજાબનાં આગામી મુખ્યમંત્રીનો ચહેરો મળી ગયો છે. ચરણજીત સિંહ ચન્ની પંજાબનાં આગામી મુખ્યમંત્રી બનશે.
આ પણ વાંચો – Covid-19 / કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ યથાવત, દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 30 હજારથી વધુ કેસ
પંજાબ કોંગ્રેસની રાજકીય ઉથલપાથલ વચ્ચે સોમવારે દલિત નેતા ચરણજીત સિંહ ચન્નીએ પંજાબનાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ચન્નીનાં શપથગ્રહણ સમારોહમાં પહોંચ્યા હતા. ચન્ની ઉપરાંત, સુખજિંદર સિંહ રંધાવા અને ઓમપ્રકાશ સોનીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ કાર્યક્રમમાં પંજાબ કોંગ્રેસનાં પ્રભારી હરીશ રાવત, પીસીસી ચીફ નવજોત સિંહ સિદ્ધુ અને અન્ય નેતાઓએ હાજરી આપી હતી. ચન્ની દલિત શીખ સમુદાયમાંથી આવે છે અને અમરિંદર સરકારમાં ટેકનિકલ શિક્ષણ મંત્રી હતા. તેઓ પંજાબનાં પ્રથમ દલિત નેતા છે, જે રાજ્યનાં મુખ્યમંત્રી બન્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ હાઇકમાન્ડે અનુસૂચિત જાતિનાં ચન્નીને મુખ્યમંત્રી બનાવીને એક તીરથી ઘણા નિશાન બનાવ્યા છે. જો કે, મોટો પ્રશ્ન એ છે કે શું મુખ્યમંત્રી બદલાયા બાદ પંજાબ કોંગ્રેસની રાજકીય ઉન્માદનો અંત આવશે ખરો, જોવાનુ રહેશે. ચરણજીત સિંહ ચન્ની આજે પંજાબનાં 16 માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.
#WATCH Congress leader Rahul Gandhi and Punjab Congress president Navjot Singh Sidhu congratulate Charanjit Singh Channi on becoming the new Punjab CM#Chandigarh pic.twitter.com/QSl0QY9jI8
— ANI (@ANI) September 20, 2021
આ પણ વાંચો – Political / CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના, PM સાથે કરશે શુભેચ્છા મુલાકાત
પંજાબમાં થોડા મહિનાઓ બાદ જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને તે પહેલા કોંગ્રેસે ચન્નીને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. આ નિર્ણયથી પાર્ટીને ફાયદો થઈ શકે છે, આપને જણાવી દઈએ કે, પંજાબમાં લગભગ 30 ટકા દલિત વસ્તી છે ત્યારે દલિત મુખ્યમંત્રી બનાવીને કોંગ્રેસ આગળનો માર્ગ સાફ કરી રહી હોય તેમ લાગે છે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે આ પગલું ભર્યું હોવવાની ચર્ચા છે. હાઈકમાન્ડે કેબિનેટ મંત્રી અને ત્રણ વખતનાં ધારાસભ્ય ચરણજીત સિંહ ચન્નીને પંજાબની ચૂંટણીમાં કોંગ્રેસનો ઝંડો લહેરાવવાની તક આપી છે. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ચન્નીને અભિનંદન આપ્યા અને કહ્યું કે આપણે પંજાબનાં લોકોને આપેલા વચનો પૂરા કરતા રહેવું પડશે. તેમનો વિશ્વાસ પ્રથમ છે.
પંજાબના મુખ્યમંત્રી તરીકે ચરણજિતસિંઘ ચન્નીએ કાયદા અને ગુપ્તતાના શપથ લીધા#CharanjitSinghChanni #Punjab #MantavyaNews pic.twitter.com/F5RoYTpaZH
— Mantavya News (@mantavyanews) September 20, 2021
