Viral Video/ પાણીની બોટ સાથે પક્ષીઓનો આ અકલ્પનિય નજારો જોઇ તમે પણ કહેશો વાહ ભાઈ વાહ

પાણીમાં ફરતી બોટ પાસે પક્ષીઓનાં આ વીડિયોમાં આ પરાક્રમ ખૂબ જ સરળ અને આકર્ષક છે, જે લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

Videos
વીડિયોમાં

સોશિયલ મીડિયાનો ખજાનો જ્યારે આપણે તપાસીએ છીએ ત્યારે આપણને અકલ્પનિય દ્રશ્યો ઘણીવાર જોવા મળી જતા હોય છે. ઘણા વીડિયો તો એવા હોય છે કે, જે કેમેરામાં કેપ્ચર ન થયા હોય તો કોઇ તેના વિશે માની પણ નહી શકે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે.

આ પણ વાંચો – કોઝવે કે મોતવે ? /  આ કોઝવેમાં પૂરના પાણીએ અનેક લોકોનો જીવ લીધો છે, ઓવરબ્રિજ મળશે કે પછી હજુ કુરબાનીઓ લેવાશે ?

આપને જણાવી દઇએ કે, પક્ષીઓની પોતાની અલગ દુનિયા હોય છે, કેટલીકવાર તેઓ માણસો સાથે એટલી સારી કેમિસ્ટ્રી બનાવી દે છે કે તે માનવું મુશ્કેલ બની જાય છે, તમે પણ આવો વાયરલ વીડિયો જોઈ શકો છો. સોશિયલ મીડિયા પર, તમામ વીડિયો વાયરલ થાય છે, પરંતુ અહીં અમે પક્ષીઓનાં એવા વીડિયોની વાત કરીએ છીએ, જેને જોઈને તમે પણ વાહ-વાહ કહેશો, પાણીમાં ફરતી બોટ પાસે પક્ષીઓનાં આ વીડિયોમાં આ પરાક્રમ ખૂબ જ સરળ અને આકર્ષક છે, જે લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેટલાક લોકો પાણીમાં બોટ ચલાવી રહ્યા છે, તેમની બાજુમાં, ઘણા પક્ષીઓ એક પંક્તિમાં ખૂબ જ સરળ રીતે ઉડી રહ્યા છે, આ દ્રશ્ય એવું છે કે તમને લાગશે કે તેઓ તેમને એસ્કોર્ટ કરી રહ્યા હોય.

આ પણ વાંચો – Covid-19 / કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ યથાવત, દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 30 હજારથી વધુ કેસ

આ વીડિયો @AwanishSharan દ્વારા તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે, તમે પણ આ વીડિયો જુઓ- વીડિયોમાં, એક માણસ પક્ષીને લાડ લડાવવા માટે હાથ લંબાવે છે, ત્યારે જ સૌથી આગળનું પક્ષી આગળ આવે છે અને તેને સ્પર્શ કરે છે, જે તેને ગમતુ હોય તેવુ લાગી રહ્યુ છે. આ એક ખૂબ જ સુંદર દ્રશ્ય છે, આ વીડિયો પર ઘણી ટિપ્પણીઓ પણ આવી રહી છે, એક યુઝરે લખ્યું કે આ આશ્ચર્યજનક છે.