Shocking/ પાટણમાં સત્યનાં પારખા કરવા માટે બાળકીનાં હાથને ઉકળતા તેલમાં નંખાવ્યા

પાટણ જિલ્લાનાં સાંતલપુર ગામ ખાતે એક 11 વર્ષની બાળકીને સત્યનાં પારખા માટે ઉકળતા તેલમાં હાથ નખાવવામાં આવ્યો હતો.

Top Stories Gujarat Others
  • પાટણના સાંતલપુરની ચકચારી ઘટના
  • 11 વર્ષની બાળકીને ઉકળતા તેલમાં હાથ નંખાવ્યો
  • બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ
  • મહિલાએ વાતની ખરાઈ માટે બાળકી સાથે ક્રુરતા આચરી
  • મહિલા ઘટના બાદ થઈ ફરાર
  • સત્યના પારખા માટે બાળકી સાથે ક્રુરતા

પાટણ જિલ્લાનાં સાંતલપુર ગામ ખાતે એક ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યા ક્રૂરતાની હદ પાર કરી દેવામાં આવી છે. અહી સત્યનાં પારખા કરવા માટે એક 11 વર્ષની બાળકી સાથે ભયાનક ક્રૂરતા કરવામાં આવી છે.

આ પણ વાંચો – OMG! / 45 મિનિટ સુધી મૃત રહેલી મહિલા અચાનક જીવતી થઇ, ડોક્ટર્સની ટીમ ચોંકી ગઇ

આપને જણાવી દઇએ કે, જે ગુજરાત મોડલની વાત સમગ્ર દેશમાં કરવામાં આવે છે ત્યા હજુ પણ લોકો અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે. પાટણ જિલ્લાનાં સાંતલપુર ગામ ખાતે એક 11 વર્ષની બાળકીને સત્યનાં પારખા માટે ઉકળતા તેલમાં હાથ નખાવવામાં આવ્યો હતો. જે બાદ બાળકી પૂરી રીતે દાઝી ગઇ હતી અનેે બાદમાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાઈ હતી. બાળકીનાં વાલી તરફથી આ મામલે પાડોશી મહિલા સામે સાંતલપુર પોલીસ સ્ટેશને ફરિયાદ આપવામાં આવી છે. આ મામલે પોલીસ હાલ તપાસ કરી રહી છે. બાળકી પર અમાનુષી અત્યાચારની આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર જગાવી છે. આ ઘટનામાં મહિલાએ પોતાની વાતની ખરાઈ કરવા માટે બાળકીનો હાથ ઊકળતા તેલમાં નંખાવ્યો હોવાની વાત સામે આવી છે. ઊકળતા તેલમાં હાથ નંખાવ્યા બાદ બાળકીએ બૂમાબૂમ કરી મૂકી હતી.

આ પણ વાંચો – OMG! / મહિલાએ બનાવ્યા ડોલ્ફિન સાથે શારીરિક સંબંધ, બ્રેકઅપ થયુ તો ડોલ્ફિને કર્યુ મોતને વ્હાલું

પાટણનાં સાંતલપુરમાં લવજીભાઈ કોળીની 11 વર્ષની દીકરી સંગીતા મંગળવારે સવારે ઘરે એકલી હતી. ત્યારે પાડોશમાં રહેતી લખીબેન મકવાણા નામની મહિલા તેના ઘરે આવી હતી, તેણે બાળકીને કહ્યું હતું કે, ‘આજથી દસેક દિવસ પહેલા તે મને અજાણી વ્યક્તિ સાથે મારા ઘરનાં દરવાજા પાસે વાત કરતા જોઈ હતી. આ વાત તે કોઈને કીધી છે?’ આ મામલે બાળકીએ ના પાડી હતી. પરંતુ લખીબેન માની ન હોતી. તે બાળકીને પોતાના ઘરમાં લઈ ગઈ હતી અને સત્યનાં પારખા કરાવવા માટે તેનો હાથ ગરમ તેલમાં નંખાવડાવ્યો હતો. જે બાદ બાળકીએ જોર-જોરથી બૂમો પાડી હતી. જે બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખેડવામાં આવી હતી. આ મામલે બાળકીનાં પિતાએ પોલીસ ફરિયાદ આપી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…