કોરોના મહામારી દરમિયાન લોકોની મદદ કરીને મસીહા બનનાર સોનુ સૂદ અમદાવાદના પ્રવાસે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનુ સૂદે અમદાવાદમાં AAP નેતાઓ સાથે બેઠક યોજી છે. થોડા દિવસો પહેલા સોનુ સૂદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ મળ્યા હતા. જે બાદ તેની ઓફિસ અને ઘર પર આવકવેરા વિભાગના દરોડા પડ્યા હતા.
આ પણ વાંચો :જયારે અમિતાભ બચ્ચને સ્પર્ધકને પૂછ્યું ગર્લફ્રેન્ડ કે રોહિત શર્મા? આવો મળ્યો જવાબ
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અભિનેતા સોનુ સૂદ અમદાવાદના સિંધુ ભવનમાં આવેલી હોટલમાં રોકાયો છે. તેણે અહીં આમ આદમી પાર્ટી ગુજરાતના ત્રણ નેતાઓ સાથે બેઠક યોજી છે. સૂત્રોએ જણાવ્યું કે સોનુ સૂદે અહીં ઇસુદાન ગઢવી, મહેશ સવાણી અને ગોપાલ ઇટાલિયા સાથે બેઠક યોજી હતી. જે બાદ સોનુ સૂદે ઘણા મોટા ઉદ્યોગપતિઓ સાથે પણ બેઠક કરી છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટી જે રીતે મજબૂત થઈ રહી છે, આપ નેતા સાથે અભિનેતાની બેઠક ખૂબ જ પ્રતીકાત્મક હોઈ શકે છે. આ યાત્રાનું શું પરિણામ આવશે તે તો સમય જ કહેશે. આગામી વર્ષ ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન અભિનેતા સત્તાવાર રીતે AAP માટે પ્રચાર કરશે કે કેમ તે જોવાનું રહ્યું.
આ પણ વાંચો :ગુજરાતે છ સિંહો આપીને બિહારમાંથી એક ગેંડો લીધો
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અભિનેતા સોનુ સૂદની ઓફિસ પર આવકવેરા વિભાગે સર્વે કર્યો હતો. જેમાં સૂત્રોએ દાવો કર્યો હતો કે ઈન્કમ ટેક્સ વિભાગે શરૂ કરેલી તપાસમાં કર ચોરીના પાક્કા પુરાવાઓ મળ્યા છે. ઈન્કમ ટેક્સ વિભાગે મુંબઈ, લખનઉ, કાનપુર, જયપુર, દિલ્હી અને ગુરગ્રામ સ્થિત ઓફિસો પર દરોડા કર્યાં હતાં. ઈન્કમ ટેક્સ વિભાગ અનુસાર ટીમની તપાસ દરમિયાન 20 કરોડની ટેક્સ ચોરી કરી હોવાના પુરાવાઓ મળ્યા છે. મહત્ત્વનું છે કે, સર્ચ ઓપરેશનની દરમિયાન ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને 1 કરોડ 8 લાખ રૂપિયાની રોકડ મળી છે. જેમાં 11 લોકર પણ મળી આવ્યા છે.
સૂત્રોએ દાવો કર્યો છે કે, ઈન્કમ ટેક્સ વિભાગને આ સર્ચ ઓપરેશનમાં ટેક્સની હેરાફેરીના પાક્કા પુરવાઓ મળ્યા છે. ટેક્સની હેરાફેરી સોનુ સૂદેના પર્સનલ ફાઈનાન્સ સાથે જોડાયેલી છે. અત્યારસુધી મળી રહેલી જાણકારી અનુસાર ફિલ્મોમાંથી મળેલી રકમમાં પણ ટેક્સ ચોરી કરવામાં આવી છે.
આ પણ વાંચો :જીતેલા ધારાસભ્યોને એક લિમિટમાં રાખવા તે એક પડકાર જ હોય છે
સુરત મહાનગરપાલિકાની 27 બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીત્યા ત્યાર બાદ પક્ષનું ગુજરાતમાં જોર વધ્યું છે. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લઈને આમ આદમી પાર્ટી અત્યારથી તૈયારી કરી રહી છે, ત્યારે અભિનેતા પર આઈટીના દરોડા અને ત્યાર બાદ ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓ સાથેની બેઠક ખૂબ જ સૂચક છે. નોંધનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અભિનેતા મળ્યો ત્યારથી આ ચર્ચા ચાલી રહી છે.
આ પણ વાંચો :મોરબીના ટીંબડી ગામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત પાંચ લોકોના મોત
