દેશમાં સતત અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. દરરોજ અકસ્માતમાં અનેકો લોકોનો ભોગ લેવાય છે. ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં 6 લોકોના મોત થયા છે. રાજસ્થાનના જયપુરમાં શનિવારે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં ચક્ષુમાં NH-12 નિમોડિયા વળાંક પર ટ્રક અને વાન અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં છ લોકોના મોત થયા હતા. આ ઘટનામાં પાંચ લોકો ઘાયલ પણ થયા છે, જેમને ચક્ષુની સેટેલાઇટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે વાનમાં 11 લોકો રીટ પરીક્ષા આપવા માટે બારાંથી સીકર જઈ રહ્યા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે,આ માર્ગ અકસ્માત શનિવારે સવારે 5 વાગ્યે ચક્ષુના નિમોડિયા પર થયો હતો. NH 12 પર સ્થિત આ સ્થળે, વાન અચાનક ચાલતા ટ્રેલરમાં ઘૂસી ગઈ અને મૃતદેહો આમતેમ પડ્યા હતા. અકસ્માત થયો ત્યારે મોટાભાગના મુસાફરો ઊંઘમાં હતા.
આ પણ વાંચો :નારીવાદી લેખિકા કલમા ભસીને દુનિયાને કહ્યું અલવિદા, કેન્સરની ચાલી રહી હતી સારવાર
ટ્રેક અને વાન વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે વાનના ચિથડા ઉડી ગયા હતા. આ અકસ્માતમાં વાન ચાલકનું પણ મોત થયું હતું. તે જ સમયે, પાંચ પરીક્ષાર્થીઓ પણ મૃત્યુ પામ્યા હતા. ઘાયલ વિદ્યાર્થીઓમાંથી બેની હાલત ગંભીર છે. ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને પોતાના કબજામાં લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસનું કહેવું છે કે મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે. બંને વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.ઘાયલ લોકોને સારવાર માટે મહાત્મા ગાંધી અને સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો :મહારાષ્ટ્રમાં તમામ ધાર્મિક સ્થળો 7 ઓકટોબરથી ફરી ખુલશે
અકસ્માતમાં મૃતકો અને ઘાયલોની માહિતી એકત્ર કર્યા બાદ ચક્ષુ પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતમાં વિષ્ણુ નાગ, તેજરામ, સત્યનારાયણ, વેદ પ્રકાશ, સુરેશ અને વાન ચાલક દિલીપનું મૃત્યુ થયું છે. તે જ સમયે, નરેન્દ્ર, અનિલ, ભગવાન, હેમરાજ અને ઝોરાવર અકસ્માતમાં ઘાયલ થયા છે. ઘાયલોમાંથી બેની હાલત નાજુક છે.
આ પણ વાંચો :આગામી ત્રણથી ચાર મહિનામાં બાયો-ફ્યુઅલ પર ચાલતા વાહનો માટે ઓર્ડર આપવામાં આવશે
આ પણ વાંચો :આંગણવાડી અને આશા વર્કરોની આજથી રાષ્ટ્રવ્યાપી હડતાલ
આ પણ વાંચો :સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં આવનારી મસ્જિદોનું શું થશે? 29 સપ્ટેમ્બરે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે
