જમ્મુ-કાશ્મીર/ બાંદીપોરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેડ, બે આતંકીઓના મોત

જિલ્લાના જેનાપોરા વિસ્તારના કાશવા ગામમાં આતંકવાદીઓની હાજરી અંગેની માહિતીને પગલે સુરક્ષા દળોએ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

India

 

જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરાના વતનિરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેના એન્કાઉન્ટરમાં બે આતંકીઓ માર્યા ગયા છે. બંને પાસેથી ઘણાં હથિયારો મળી આવ્યા છે. હાલ આ બાબતે વધુ સર્ચ ઓપરેશન ચાલુ છે.

આ પણ વાંચો :બેડલા ગામે બુડલેગરને પકડવા ગયેલી પોલીસ પર હુમલો કરાયો

નોંધનીય છે કે બે દિવસ પહેલા જમ્મુ અને કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લાના જેનાપોરા વિસ્તારના કાશવા ગામમાં આતંકવાદીઓની હાજરી અંગેની માહિતીને પગલે સુરક્ષા દળોએ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

આ પણ વાંચોઊંઘતું તંત્ર જાગશે! કે પછી રાહ જોવાય છે કોઈ હોનારત ની?

 

તેમણે કહ્યું કે, સર્ચ ઓપરેશન બાદ આતંકવાદીઓએ ગોળીબાર કર્યો, જેના જવાબમાં સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી જે પછી સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ અને ક્યાં જૂથ સાથે જોડાયેલા છે તે તત્કાળ જાણી શકાયું નથી.

આ પણ વાંચો ;  કે.ટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં દર્દીને ટ્રાન્સફર કરવાના મુદ્દે તબીબો વચ્ચે બબાલ થઇ