જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરાના વતનિરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેના એન્કાઉન્ટરમાં બે આતંકીઓ માર્યા ગયા છે. બંને પાસેથી ઘણાં હથિયારો મળી આવ્યા છે. હાલ આ બાબતે વધુ સર્ચ ઓપરેશન ચાલુ છે.
આ પણ વાંચો :બેડલા ગામે બુડલેગરને પકડવા ગયેલી પોલીસ પર હુમલો કરાયો
નોંધનીય છે કે બે દિવસ પહેલા જમ્મુ અને કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લાના જેનાપોરા વિસ્તારના કાશવા ગામમાં આતંકવાદીઓની હાજરી અંગેની માહિતીને પગલે સુરક્ષા દળોએ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
આ પણ વાંચો ; ઊંઘતું તંત્ર જાગશે! કે પછી રાહ જોવાય છે કોઈ હોનારત ની?
Jammu and Kashmir: An encounter underway at Watnira area of Bandipora. Police & security forces at the spot; details awaited
(Visuals deferred by unspecified time) pic.twitter.com/3nj8mi0mqU
— ANI (@ANI) September 26, 2021
તેમણે કહ્યું કે, સર્ચ ઓપરેશન બાદ આતંકવાદીઓએ ગોળીબાર કર્યો, જેના જવાબમાં સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી જે પછી સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ અને ક્યાં જૂથ સાથે જોડાયેલા છે તે તત્કાળ જાણી શકાયું નથી.
આ પણ વાંચો ; કે.ટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં દર્દીને ટ્રાન્સફર કરવાના મુદ્દે તબીબો વચ્ચે બબાલ થઇ
