Cricket/ ઝુલન ગોસ્વામી ICC મહિલા રેન્કિંગમાં બીજા નંબરે પહોંચી, કારકિર્દીમાં 600 વિકેટ ઝડપી

ભારતની અનુભવી ઝડપી બોલર ઝુલન ગોસ્વામી તાજેતરની ICC મહિલા વનડે બોલરોની રેન્કિંગમાં બીજા નંબરે પહોંચી ગઈ છે.

Sports

ભારતની અનુભવી ઝડપી બોલર ઝુલન ગોસ્વામી તાજેતરની ICC મહિલા વનડે બોલરોની રેન્કિંગમાં બીજા નંબરે પહોંચી ગઈ છે. ઝુલન ગોસ્વામીને ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરીઝમાં શાનદાર પ્રદર્શન કરવાનો લાભ મળ્યો છેે.

આ પણ વાંચો –  Cricket / પાકિસ્તાનનાં દિગ્ગજ ખેલાડી અને પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકને આવ્યો Heart Attack

ઝુલન ગોસ્વામીએ ત્રણ મેચની વનડે સીરીઝમાં 4 વિકેટ લીધી હતી. ત્રીજી વનડેમાં તેણે 37 રન અને 3 વિકેટ લીધી અને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતે ભલે વનડે સીરીઝ 2-1થી ગુમાવી હોય પરંતુ ઓસ્ટ્રેલિયાની જીતને અટકાવી દીધી હતી. ભારત સામે છેલ્લી વનડે હારતા પહેલા ઓસ્ટ્રેલિયાએ સતત 26 મેચ જીતી હતી. જો કે શાનદાર પ્રદર્શન કરનારી ઓસ્ટ્રેલિયાની બેથ મૂની અને એશલે ગાર્ડનરને તાજેતરની ICC મહિલા વનડે રેન્કિંગમાં જબરદસ્ત ફાયદો થયો છે. ઓસ્ટ્રેલિયાની વિકેટકીપર ઓપનર એલિસા હેલી મહિલા બેટ્સમેનો માટે ICC વનડે રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. તે સાઉથ આફ્રિકાની લિઝલી લી કરતા 11 પોઇન્ટ ઓછા છે.

આ પણ વાંચો – Cricket / ટીમ ઈન્ડિયાનાં પૂર્વ ક્રિકેટરે માઇનર લીગ ક્રિકેટમાં ચોક્કા-છક્કાનો કર્યો વરસાદ, Video

આપને જણાવી દઇએ કે, ભારતનાં અનુભવી બોલર ઝુલન ગોસ્વામી કારકિર્દીમાં 600 વિકેટ લેનાર બોલર બની ગઇ છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં તેણે ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટન મેગ લર્નિંગને વિકેટકીપર રિશા ઘોષનાં હાથે કેચ કરાવીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે આ મેચમાં ત્રણ વિકેટ લેવાની સાથે અણનમ 8 રન બનાવ્યા અને ચોક્કાની મદદથી મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 2 વિકેટે જીતી હતી. જોકે, ઓસ્ટ્રેલિયાએ સીરીઝ 2-1થી જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટે 264 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી એશલે ગાર્ડનરે 62 બોલમાં 64 રન બનાવ્યા હતા. આ સિવાય બેથ મૂનીએ 64 બોલમાં 52 રન બનાવ્યા હતા.