વડોદરા ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક વિદ્યાર્થીની ઉપર જાતિય અત્યાચાર સાથે બળાત્કાર ગુજારવાનો ગુન્હો દાખલ થયા બાદ છેલ્લા એક સપ્તાહથી ભૂગર્ભમાં સરકી ગયેલા પાવાગઢ મહાકાલી માતાજી મંદિર ટ્રસ્ટનો લંપટ ટ્રસ્ટી હેમંત ઉર્ફે રાજુ ભટ્ટ આખરે જુનાગઢ ખાતેથી વડોદરા ક્રાઈમ બ્રાન્ચ પોલીસ તંત્રના સંયુક્ત ઓપરેશનમાં ઝડપાઈ જતા હવે હવસખોર રાજુ ભટ્ટનો એક અધ્યાય પૂર્ણ થયો છે અને બળાત્કારની ઘટનાથી લઈને પાવાગઢ મંદિર ટ્રસ્ટમાં સર્વેસર્વા બનીને માતાજીના પવિત્ર ધામમાં વ્યાપાર કરવાના કરતુકોથી માંડીને બહુચર્ચિત ચાંદી પ્રકરણ સુધીની તપાસોનો બીજો અધ્યાય શરૂ થવાની આ શકયતાઓ સામે વડોદરા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ રાજુ ભટ્ટના કારનામાઓની પુછપરછો માટે સજજ બન્યા હોવાના વર્તારાઓ ગાંધીનગર સુધી વ્યક્ત થઈ રહયા છે.
ગુજરાતના રાજકીય અને ધાર્મિક મોરચે હાઈપ્રોફાઈલ ચર્ચાઓમાં રહેલા વડોદરા ગોત્રી પોલીસ સ્ટેશનમાં વારસીયાના બુટલેગર અલ્પુ સિંધીની મદદ સાથે કાયદાનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ ખ્યાતનામ સી.એ. અશોક જૈન અને પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી હેમંત ઉર્ફે રાજુ ભટ્ટ સામે જાતિય અત્યાચારના જુલ્મ વચ્ચે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરીયાદ દાખલ થઈ હતી. આ સાથે તિર્થધામ પાવાગઢ ક્ષેત્રે લાખ્ખો શ્રદ્ધાળુઓમાં આઘાતનો હાહાકાર પ્રસરાવનારા મંદિર ટ્રસ્ટના આ બળાત્કારી રાજુ ભટ્ટ છેલ્લા એક સપ્તાહથી ભૂગર્ભમાં ઉતરી જઈને વડોદરા પોલીસ તંત્રને હંફાવનાર રાજુ ભટ્ટને ભગાડવામાં મદદગારી કરનાર હાર્મની હોટલના માલિક કાનજી મોકરીયાની ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ મોબાઈલ લોકેશનના આધારે રાજુ ભટ્ટને આજ સવારમાં ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત ટીમો અને જુનાગઢ પોલીસ ટીમ દ્વારા જુનાગઢ ખાતેથી દબોચી લઈને વડોદરા ખાતે લાવવામાં આવતા હવે બળાત્કાર કાંડના પોલ છાપરે ચઢીને પોકારે એવી શક્યતાઓ દેખાઈ રહી છે.
પાવાગઢ મંદિર પરિસરમાં મહાકાલી માતાજીના ભક્ત હોવાનો દેખાવ કરીને વડોદરામાં લંપટલીલાઓ આચરનાર મંદિર ટ્રસ્ટના સર્વેસર્વા ટ્રસ્ટી રાજુ ભટ્ટ જયારે બળાત્કારના ગંભીર આરોપમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં ઝડપાઈ ગયો છે, ત્યારે રાજુ ભટ્ટની વૈજ્ઞાનિક ઢબે પૂછપરછ કરવા માટે વડોદરા પોલીસ જો ” નાર્કો ટેસ્ટ” કરાવે તો યાત્રાધામ પાવાગઢના કરોડો રૂપિયાના વિકાસ કાર્યોથી માંડીને અનેક રહસ્યો બહાર આવવાની સંભાવનાઓ તો છે જ પરંતુ ભલભલા સત્તાધારી ભા.જ.પ.ના ધુરંધરો અને અધિકારી ઓના ચહેરાઓ પણ બેનકાબ થવાની શકયતાઓનો પ્રારંભ થયો છે
