કોંગ્રેસમાં વરિષ્ઠ નેતાઓના હાઇકમાન્ડ સાથે નારાજગીના મુદ્દે નિવેદનોની શ્રેણી અવિરત ચાલુ છે. પાર્ટીના નેતાઓ આ મુદ્દે એકબીજામાં મૂંઝવણમાં છે. વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પણ હાઈકમાન્ડ પર સવાલ ઉઠાવ્યા છે ત્યારે તેમના આ નિવેદન બાદ કોંગ્રસના દિગ્ગજ નેતા અજ્ય માકન તેમના નિવેદનનો વળતો જવાબ આપ્યો હતો.
કોંગ્રેસી નેતા અજય માકનએ સિબ્બલ પર ખુલ્લેઆમ પ્રહાર કરતા યાદ અપાવ્યું કે કોંગ્રેસે તેમને કેવી રીતે ઓળખ આપી. માકેને કહ્યું કે સંગઠનાત્મક પૃષ્ઠભૂમિ ન હોવા છતાં સોનિયા ગાંધીએ કપિલ સિબ્બલને કેન્દ્ર સરકારમાં મંત્રી બનાવ્યા હતા.વધુમાં તેમણે કહ્યું કે દરેકને સાંભળવામાં આવે છે. હું સિબ્બલ અને અન્યોને કહેવા માંગુ છું કે તેઓએ એવી પાર્ટીને બદનામ ન કરવી જોઈએ જેમણે તમને એક ઓળખ આપી હોય.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં હાલ આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે જેના લીધે પાર્ટીમાં ગમાસાન જોવા મળી રહ્યો છે એક બાજુ જી 23 ના સભ્યો અનેક મુદ્દે ખુલ્લેઆમ હાઇકમાન્ડને પત્ર લખીને તેમની નારાજગી વ્યકત કરી રહ્યા છે, આજે કપિલ સિબ્બલે કોગ્રેસ અધ્યક્ષ મામલે સવાલો ઉઠાવ્યા હતા
