ભારતની ઓપનર સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામે Day/Night ટેસ્ટમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. તે Day/Night ટેસ્ટ મેચમાં સદી ફટકારનારી ભારતની પ્રથમ મહિલા ક્રિકેટર બની છે. આ સિવાય તે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં સદી ફટકારનારી ભારતની પ્રથમ ખેલાડી છે. મંધાનાની આ પ્રથમ ટેસ્ટ સદી છે.
આ પણ વાંચો – IPL 2021 / 2011 વર્લ્ડકપનાં અંદાજમાં ધોનીએ મારી સિક્સર, પત્નિ અને પુત્રીએ કર્યુ આવી રીતે Celebration
આપને જણાવી દઇએ કે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી Day/Night ટેસ્ટ મેચમાં ઈતિહાસ સર્જ્યો છે. મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી એકમાત્ર પિંક બોલ ટેસ્ટ મેચમાં સદી ફટકારી છે. સ્મૃતિ મંધાનાએ ચાર ચોક્કા ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. તેણે આ સ્કોરિંગ શોટ ઓસ્ટ્રેલિયાનાં બોલર ઇલિયાસ પેરીનાં બોલ પર લગાવ્યો હતો. મંધાનાએ 170 બોલમાં પોતાની પ્રથમ ટેસ્ટ સદી પૂરી કરી હતી. તેની સદી દ્વારા ટીમ ઈન્ડિયા એક મોટા સ્કોર તરફ આગળ વધી રહી છે. જણાવી દઇએ કે, કેરારા ઓવલ, ગોલ્ડ કોસ્ટ ખાતે રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પ્રથમ Day/Night મેચ છે. જ્યારે, કાંગારૂ ટીમ તેની બીજી Day/Night ટેસ્ટ રમી રહી છે. આ પહેલા કાંગારૂ મહિલા ટીમ ઈંગ્લેન્ડ સામે પિંક બોલ ટેસ્ટ રમી ચૂકી છે.
https://twitter.com/ICC/status/1443796479978577920?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1443796479978577920%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Fcricket%2Fstory-ind-w-vs-aus-w-day-night-test-smriti-mandhana-becomes-firt-indian-women-cricketer-to-score-a-century-in-pink-ball-test-match-4707915.html
આ પણ વાંચો – IPL 2021 / હૈદરાબાદને હરાવી ચેન્નઈની ટીમ Playoffs માં પહોંચનારી પ્રથમ ટીમ બની
તેણે પોતાની ચોથી ટેસ્ટ મેચમાં 18 ચોક્કા અને એક છક્કાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. આ સાથે તે ઓસ્ટ્રેલિયાની ધરતી પર સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ છે. મેચની વાત કરીએ તો બીજા દિવસે સમાચાર લખતી વખતે ભારતે બીજા દિવસે ત્રણ વિકેટ ગુમાવીને 84 ઓવરમાં 231 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાના 127 અને પૂનમ રાઉત 36 રન બનાવી આઉટ થઇ ગઇ છે. ભારત અત્યારે મજબૂત સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યુ છે. વરસાદનાં કારણે પ્રથમ દિવસની રમત પૂરી થઈ શકી નહોતી. વરસાદનાં કારણે પહેલા દિવસે માત્ર 44.1 ઓવર જ બોલિંગ થઇ શકી હતી. ભારતે પ્રથમ દિવસે એક વિકેટ ગુમાવીને 132 રન બનાવ્યા હતા. મંધાનાએ પહેલા દિવસે 51 બોલમાં પોતાની અડધી સદી ફટકારી હતી. તેણે શેફાલી વર્મા સાથે પ્રથમ વિકેટ માટે 93 રનની ભાગીદારી કરી હતી.
