રાજયમાં છાસવારે ભૂકંપ આવ્યાની ઘટના બનતી હોય છે . જે અંતર્ગત પોરબંદરમાં મધરાત્રે અઢી કલાકના અંતરમાં બે થી વધુની તીવ્રતાના તીવ્રતાથી ત્રણ આંચકા ગાંધીનગર સિસ્મોલોજી સેન્ટરમાં નોંધાતા ફફડાટ વ્યાપ્યો છે.ગઈકાલે રાત્રે ૧૨: ૪૯ મિનિટે ૨.૪ ની તીવ્રતાનો પ્રથમ આંચકો નોંધાયો હતો જેનું એપી સેન્ટર પોરબંદર થી ૩૪ કિલોમીટર ઉત્તરે સાંખલાઆસપાસના વિસ્તારમાં જમીનની ૧૦ કિલોમીટર ઊંડાઈએ નોંધાયો હતો.
આ પણ વાંચો ;ગુજરાતનાં કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આજે રાત્રે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના
ગઈકાલે રાત્રે ૧૨: ૪૯ મિનિટે ૨.૪ ની તીવ્રતાનો પ્રથમ આંચકો નોંધાયો હતો જેનું એપી સેન્ટર પોરબંદર થી ૩૪ કિલોમીટર ઉત્તરે સાંખલા આસપાસના વિસ્તારમાં જમીનની ૧૦ કિલોમીટર ઊંડાઈએ નોંધાયો હતો.તો ચાર મિનિટ બાદ રાત્રે ૧૨: ૫૩ મિનિટે ૨ ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો જેનું એપી સેન્ટર પોરબંદરથી ૩૫ કિલોમીટર ઉત્તરે ખીરસરા ગામે જમીનની પંદર કિલોમીટર ઊંડાઈ નોંધાયો હતો.
આ પણ વાંચો ; Air India નું માલિક બનશે Tata Group, 6 દાયકા બાદ થશે ઘર વાપસી : રિપોર્ટ
રાતે ૨:૨૭ મિનિટે ૨.૨ તીવ્રતાનો વધુ એક ભૂકંપનો આંચકો ગાંધીનગર સિસ્મોલોજી સેન્ટરમાં નોંધાવ્યો હતો જેનું એપી સેન્ટર પોરબંદર થી ૨૩ કિલોમીટર ઉત્તરે સુખપુર ગામે જમીનની ૨.૨ કિલો મીટર ઊંડાઈએ નોંધાયો હતો .ઢી કલાકના સમયગાળામાં બેની ની તીવ્રતા થી વધુના ત્રણ ભૂકંપના આંચકા જોકે ભર નિંદ્રામાં રહેલા લોકોને અનુભવાયા ન હતા પરંતુ પોરબંદર આસપાસના વિસ્તારોમાં આવેલા ત્રણ ભૂકંપના આંચકાઓ ને પગલે લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે
આ પણ વાંચો ;હેવાર નજીક આવતા કોરોનાનાં કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ
