દીદીના ભાવિનો આજે ભવાનીપુરમાં નિર્ણય થશે. મુખ્યમંત્રી બનવા માટે મમતા બેનર્જી માટે આ બેઠક પરથી જીતવું ખૂબ જ જરૂરી છે, જોકે તે એટલું સરળ નહીં હોય, કારણ કે ભાજપના પ્રિયંકા તિબ્રેવાલે તેમને લડત આપી રહી છે. ભવાનીપુર બેઠકની પેટાચૂંટણી માટે મત ગણતરી આજે ચુસ્ત સુરક્ષા વચ્ચે ચાલી રહી છે. ભવાનીપુર ઉપરાંત, શમશેરગંજ અને જંગીપુર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો પણ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, નંદીગ્રામ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
West Bengal: Counting of votes begins for by-elections in Bhabanipur, Jangipur, and Samserganj Assembly constituencies
CM & TMC chief Mamata Banerjee and BJP’s Priyanka Tibrewal are in the fray from Bhabanipur
— ANI (@ANI) October 3, 2021
પશ્ચિમ બંગાળની ભવાનીપુર બેઠક પરથી બે રાઉન્ડની મતગણતરી બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી લગભગ 2500 મતોથી આગળ છે. એટલું જ નહીં, TMC પાસે જંગીપુર અને સમસેરગંજમાં પણ લીડ છે.
ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી આગળ છે. પ્રથમ તબક્કાની મતગણતરી બાદ તે લગભગ 2800 મતોથી ભાજપની પ્રિયંકાથી આગળ છે.
પશ્ચિમ બંગાળની ભવાનીપુર સીટ પર મતગણતરી ચાલી રહી છે. પોસ્ટલ બેલેટથી મત ગણતરી શરૂ થઈ છે. ભવાનીપુરમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ભાજપના નેતા પ્રિયંકા તિબ્રેવાલ વચ્ચે સ્પર્ધા છે
