Not Set/ અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ,  હોસ્પિટલોમાં દર્દીઓનો રાફડો ફાટ્યો

સરકારી હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ છે. અમદાવાદ સિવિલ અને સોલા સિવિલની ઓપીડીમાં આવતાં દર્દીઓમાં બાળકો વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.

Top Stories Gujarat Others Trending

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. સરકારી હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ છે. અમદાવાદ સિવિલ અને સોલા સિવિલની ઓપીડીમાં આવતાં દર્દીઓમાં બાળકો વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.

  • ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ
  • ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના દર્દીઓ વધ્યા
  • સારવાર માટે આવતાં 150માંથી 50થી વધુ બાળકો
  • ડેન્ગ્યુ-ચિકનગુનિયાથી છેલ્લા 2 માસમાં 40 મોત

અમદાવાદ શહેરને જાણે કોઇની નજર લાગી ગઇ હોય તેવો અહેવાલ સામે આવ્યો છે. હજી તો કોરોનાની કળ વળી નથી ત્યાં જ રોગચાળાએ માથું ઉચકયું છે. અમદાવાદની જાણીતી સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં મચ્છરજન્ય રોગોના દર્દીઓનો રાફડો ફાટ્યો છે. સાથે જ શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ મચ્છરજન્ય રોગના કેસનું પ્રમાણ વધ્યું છે. હોસ્પિટલોમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના દર્દીની લાંબી કતારો જોવા મળે છે. તો ઓપીડીમાં સારવાર માટે આવતાં 150માંથી 50થી વધુ બાળકોને દાખલ કરીને સારવાર આપવી પડી રહી છે.

આહનાના પ્રેસિડેન્ટ ડૉ. ભરત ગઢવી જણાવે છે કે  આહનાના સાથે સંકળાયેલી 30 હોસ્પિટલોમાં રોજના 30થી 40 ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ નોંધાય છે. એટલે કે, અઠવાડિયે 1500 કેસ ચિકનગુનિયા અને ડેન્ગ્યુના જોવા મળે છે. છેલ્લાં બે મહિનામાં ખાનગી હોસ્પિટલોમાં અંદાજે 45 દર્દીના ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી મોત થયા છે. ચિકનગુનિયાના દર્દીમાં ફેફસાનું ઇન્ફેક્શન પણ જોવા મળ્યું છે અને 20થી 30 ટકા દર્દીને આઇસીયુમાં દાખલ કરવા પડે છે.

રોગચાળાને ડામવા નાગરિકો  સતર્ક બને તે પણ એટલું જ જ જરૂરી છે.  નાગરિકો પણ જાગૃતતા દાખવી મચ્છરોનો ઉપદ્વવ અટકાવવાના પ્રયાસ કરે  અને તે માટે તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે તો રોગચાળા પર જલ્દી કાબૂ મેળવી શકાશે.

શાહીન ચક્રવાત / વાવાઝોડાના કારણે ઓમાન અને ઈરાનમાં ભારે તબાહી, 11 લોકોના મોત

ક્રુઝ ડ્રગ્સ પાર્ટી / આર્યને દરોડા બાદ આંખોના લેન્સ કવરમાં તો છોકરીઓએ સેનેટરી પેડમાં આ રીતે છુપાવ્યું હતુ ડ્રગ

આર્યન ખાન ડ્રગ્સ કેસ / શાહરુખની 378 કરોડ રૂપિયાની બ્રાન્ડ વેલ્યુ જોખમમાં, ટ્રોલર્સનો સવાલ – કિંગ ખાન ચાહકોના બાળકોને શું શીખવશે?

ડેન્ગ્યુથી બ્લેક ફંગસ…! / ડેન્ગ્યૂ પીડિત યુવક બ્લેક ફંગસનો ભોગ બન્યો