વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ઓક્ટોબરે ઉત્તરાખંડ પ્રવાસે આવશે, અહીં તેઓ ઋષિકેશમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ખાતે ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત, પીએમ મોદી કોવિડ સમયગાળા દરમિયાન પ્રથમ વખત કેદારનાથ ધામની મુલાકાત પણ લઈ શકે છે.
“પ્રધાનમંત્રી ઉત્તરાખંડના ઋષિકેશમાં એઈમ્સ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે,” સૂત્રોના જણાવ્યા પ્રમાણે રસપ્રદ વાત એ છે કે 7 ઓક્ટોબરે પ્રધાનમંત્રી જાહેર કાર્યાલયમાં તેમની સેવાના 20 વર્ષ પૂર્ણ કરશે. ઉલ્લેખનીય છે કે, મોદીએ 7 ઓક્ટોબર, 2001 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. સ્વચ્છ ભારત મિશન હેઠળ નદીઓની સફાઈનો પણ સમાવેશ થાય છે.
ભાજપના એક સૂત્રએ જણાવ્યું કે, “આ દિવસે દેશભરના ગુરુદ્વારાઓ પીએમ મોદીના લાંબા આયુષ્ય માટે ‘અરદાસ’ કરશે અને ‘સેવા સમર્પણ’ના ભાગરૂપે લંગરનું આયોજન કરવામાં આવશે. અગાઉ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મોદીના જન્મદિવસ નિમિત્તે દિલ્હી પાર્ટી મુખ્યાલય ખાતે ‘સેવા અને સમર્પણ અભિયાન’ શરૂ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2022 માં ઉત્તરાખંડ અને અન્ય ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપે આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉત્તરાખંડની મુલાકાત પણ ખૂબ મહત્વની માનવામાં આવે છે.
