Political/ શિવસેનાનો ટોણો, લખીમપુરની જેમ જો LAC સીલ કરી હોત તો ચીની સૈનિકો ઘૂસ્યા ન હોત

શિવસેનાનાં મુખપત્ર સામનાએ મંગળવારે ઉત્તર પ્રદેશ સરકારની જિલ્લાની સરહદો સીલ કરવા અને વિપક્ષી નેતાઓને લખીમપુર ખેરીની મુલાકાત લેતા અટકાવવા બદલ ટીકા કરી હતી.

Top Stories India

લખીમપુર ખેરીમાં ખેડૂતોનાં મોત બાદ ઉત્તરપ્રદેશ સરકારે વિપક્ષી નેતાઓને કાયદો અને વ્યવસ્થા બગડી શકે તેવી શક્યતાઓ વચ્ચે સ્થળની મુલાકાત લેતા અટકાવ્યા હતા. કોંગ્રેસ પાર્ટીનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની પોલીસે ધરપકડ કરી હતી. શિવસેનાને વિપક્ષી નેતાઓને સ્થળ પર જતા અટકાવવાની વાત ગમી ન હોતી. પાર્ટીએ તેના મુખપત્ર સામનામાં યોગી સરકાર પર કટાક્ષ કર્યો છે.

આ પણ વાંચો – ભાવ વધારો / સામાન્ય નાગરિક પર પડી રહી છે મોંઘવારીની માર, આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ

શિવસેનાનાં મુખપત્ર સામનાએ મંગળવારે ઉત્તર પ્રદેશ સરકારની જિલ્લાની સરહદો સીલ કરવા અને વિપક્ષી નેતાઓને લખીમપુર ખેરીની મુલાકાત લેતા અટકાવવા બદલ ટીકા કરી હતી. પાર્ટીએ સંપાદકીયમાં લખ્યુ, “યોગી સરકારે લખીમપુર ખેરીની સરહદો સીલ કરી દીધી હતી. ઘટના સ્થળે જતા રસ્તામાં કોંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાની ધરપકડ કરવામાં આવી હતી. સાંસદ હુડ્ડા સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. અખિલેશ યાદવને પણ નજરકેદમાં રાખવામાં આવ્યા હતા.” તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ‘જો લદ્દાખમાં ભારત-ચીન સરહદ લખીમપુર ખેરીની સરહદની જેમ સીલ કરવામાં આવે તો ચીની સૈનિકોની ઘૂસણખોરી નહીં થાય. કેન્દ્ર પર તેના હુમલાને ચાલુ રાખીને શિવસેનાએ તેના તંત્રીલેખમાં લખિમપુર ખેરી ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં મૌન પર સવાલ ઉઠાવ્યા છે. ભગવા પક્ષે કહ્યું, “અમારા પ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ સંવેદનશીલ અને લાગણીશીલ વ્યક્તિ છે. અમુક સમયે વડાપ્રધાન ગરીબોનાં મુદ્દાઓ પર ભાવુક દેખાય છે. ચોંકાવનારું છે કે, વડાપ્રધાન મોદીએ આ ઘટનામાં માર્યા ગયેલા ખેડૂતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી નથી.”

આ પણ વાંચો – બજારમાં ખરીદીનો ચળકાટ /  નવરાત્રી નજીક આવતા રાજકોટની બજારોમાં 5 કરોડના ચણિયાચોળી અને જ્વેલેરીનું વેચાણ થયું

ઉલ્લેખનીય છે કે, શિવસેના સાંસદ સંજય રાઉતે સોમવારે પૂછ્યું કે, શું ખેડૂતોને કચડી નાખવા અને તેમના સમર્થનમાં આવેલા વિપક્ષી નેતાઓનો અવાજ દબાવવો એ ભાજપની નવી રણનીતિ છે. એક દિવસ પહેલા, ઉત્તર પ્રદેશનાં લખીમપુર ખેરીમાં ખેડૂતોનાં વિરોધ દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં આઠ લોકો માર્યા ગયા હતા. અહીં પત્રકારો સાથે વાત કરતા રાઉતે કહ્યું હતુ કે, જ્યારે મુંબઈનાં સાકીનાકા (ગયા મહિને) માં દુષ્કર્મની ઘટના બની ત્યારે ભાજપે હંગામો મચાવ્યો હતો અને “અમે (રાજ્ય સરકારે) કોઈને અપરાધ સ્થળની મુલાકાત લેતા અટકાવ્યા ન હોતા.”