પરિણામ/ ગાંધીનગરમાં ભાજપની સત્તા નિશ્વિત,કોંગ્રેસનો કરૂણ રકાસ,AAPએ કોંગ્રેસના મતમાં પાડ્યું ગાબડું

આપનો ઘાટ  ગાજ્યા મેઘ વરસ્યા નહી પરતું ચોક્કસ પણે ભાજપ ફાયદો કરાવ્યો છે, પહેલીવાર બહુમતી સાથે સત્તા મેળવશે તેવા એંધાણ

Top Stories Gujarat

ગાંધીનગરમાં આપની એન્ટ્રીએ સમીકરણ બદલી નાંખ્યા,ભાજપ પહેલીવાર સત્તા તરફ આગળ વધી રહી છે. આપનો ઘાટ  ગાજ્યા મેઘ વરસ્યા નહી પરતું ચોક્કસ પણે ભાજપ ફાયદો કરાવી ગયો છે. પહેલીવાર બહુમતી સાથે સત્તા મેળવશે તેવા એંધાણ હાલ વર્તાઇ રહ્યા છે ભાજપ હાલ 24 બેઠક પર આગળ છે. લગભગ સત્તાની નજીક પહોંચી રહી છે.

મમનપાના પરિણામોની વાત કરીએ તો હાલ ભાજપ 19 બેઠક પર જીત મેળવી ચૂક્યું છે જયારે કોંગ્રેસ એક બેઠક પર વિજ્ય થઇ  છે્ હજી સુધી આપે તો ખાતુ પણ ખોલ્યું નથી, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના 10 ટકા મતો કાપીને ભાજપને ફાયદો કરાવ્યો છે.

ઉલ્લેખનીય છે ગુજરાત ભાજપનો ગઢ છે અને તે સત્તા પર કાબિજ રહે છે.કોંગેસને આત્મમંથનની દર ચૂંટણી પર જરૂર પડે છે.