ગાંધીનગરમાં આપની એન્ટ્રીએ સમીકરણ બદલી નાંખ્યા,ભાજપ પહેલીવાર સત્તા મેળવી રહી છે. આપનો ઘાટ ગાજ્યા મેઘ વરસ્યા નહી પરતું ચોક્કસ પણે ભાજપ ફાયદો કરાવી ગયો છે. હાલ ભાજપ 44 બેઠક પર આગળ છે. ભાજપ પહેલીવાર બહુમતી સાથે સત્તા મેળવી રહી છે. 10 વર્ષ બાદ પહેલીવાર બહુમતીથી ગાંધીનગરમાં સત્તા પર બેઠશે. લગભગ બહુમતી પ્રાપ્ત કરી લીધું છે. વિજ્યોત્સવની તૈયારીમાં લાગી ગયાં છે. ગાંધીનગર કમલમ ખાતે ભવ્ય ઉજવણી બપોરે 12.30 કલાકે કરવામાં આવશે .મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ વિજ્ય ઉત્સવમાં ભાગ લેશે.
મનપાના પરિણામોની વાત કરીએ તો હાલ ભાજપ 19 બેઠક પર જીત મેળવી ચૂક્યું છે જયારે કોંગ્રેસ એક બેઠક પર વિજ્ય થઇ છે્ હજી સુધી આપે તો ખાતુ પણ ખોલ્યું નથી, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના 10 ટકા મતો કાપીને ભાજપને ફાયદો કરાવ્યો છે .
ઉલ્લેખનીય છે ગુજરાત ભાજપનો ગઢ છે અને તે સત્તા પર કાબિજ રહે છે.કોંગેસને આત્મમંથનની દર ચૂંટણી પર જરૂર પડે છે.
