IPL 2021 માં, જો કોઈ એવો બોલર રહ્યો હોય જેણે સતત પ્રદર્શનથી દિલ જીતી લીધું હોય, તો તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનાં હર્ષલ પટેલ છે. 30 વર્ષીય ભારતીય ફાસ્ટ બોલરે તેના કેપ્ટન વિરાટ કોહલીને દરેક મેચમાં રાહત આપવાનું કામ કર્યું છે. જરૂર પડે ત્યારે વિકેટ લેવી આ બોલરની ગુણવત્તા છે.
આ પણ વાંચો – IPL 2021 / ભારત તરફથી સૌથી વધુ સિક્સર ફટકારનાર આ ખેલાડી બન્યો પ્રથમ Batsman
બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં હર્ષલ પટેલ ફરી ટીમનો શ્રેષ્ઠ બોલર સાબિત થયો હતો. તેના શાનદાર પ્રદર્શનની સાથે જ તેણે દિગ્ગજ ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહનો મોટો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. અબુધાબીમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી આ મેચમાં હર્ષલ પટેલે 4 ઓવર ફંકી અને 33 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ દરમિયાન હર્ષલ પટેલે સનરાઇઝર્સ હૈદરાબાદનાં કેપ્ટન કેન વિલિયમસન (31) ને બોલ્ડ કર્યો હતો. જ્યારે વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા (10) અને વેસ્ટ ઈન્ડીઝનાં ઓલરાઉન્ડર જેસન હોલ્ડર (16) કેચ આઉટ થયા હતા. આ સાથે હવે હર્ષલ પટેલે IPL 2021 માં 13 મેચમાં 29 વિકેટ લીધી છે. તે હાલમાં પર્પલ કેપ રેસમાં ટોચ પર છે. વળી બીજા નંબરે દિલ્હી કેપિટલ્સનાં અવેશ ખાનથી 7 વિકેટ આગળ છે જ્યારે ત્રીજા નંબરે જસપ્રિત બુમરાહથી 10 વિકેટ આગળ છે. આ સાથે હર્ષલ પટેલે IPL સીઝનમાં ભારતીય ખેલાડી દ્વારા સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
With at least two matches still to play, Harshal Patel of #RCB has already taken the most wickets by an Indian bowler in an IPL editionhttps://t.co/PCeK2XK7YF | #IPL2021 pic.twitter.com/j2MZKoq5L7
— ESPNcricinfo (@ESPNcricinfo) October 6, 2021
આ પણ વાંચો – IPL 2021 / આ ખેલાડીની ઈજા BCCI માટેે બન્યુ Tension નું કારણ, ઈન્જેક્શન લીધા વિના નથી કરી શકતો બોલિંગ
આ રેકોર્ડ અત્યાર સુધી જસપ્રીત બુમરાહનાં નામે નોંધાયેલો હતો, જેણે છેલ્લી IPL સીઝનમાં 27 વિકેટ લીધી હતી. હર્ષલ હવે આ મામલે બે વિકેટ આગળ છે. આ સિવાય હવે હર્ષલ પટેલની નજર IPL નાં ઇતિહાસમાં સૌથી મોટા રેકોર્ડ પર સ્થિર છે. IPL સીઝનમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ચેન્નઈ સુપર કિંગ્સનાં કેરેબિયન ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોનાં નામે છે, જેણે IPL 2013 માં 18 મેચમાં 32 વિકેટ લીધી હતી. છેલ્લા 8 વર્ષમાં કોઈએ તે રેકોર્ડને સ્પર્શ કર્યો નથી. આ વખતે હર્ષલ જે લયમાં જોવા મળી રહ્યો છે, ભારતીય ચાહકોને આશા હશે કે હર્ષલ પટેલ વધુ 4 વિકેટ લઈને આ રેકોર્ડ તોડશે.
