બ્રિસ્બેનનાં ગાબામાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને એક તરફી મેચમાં હરાવી ઓશિઝ સીરીઝમાં 1-0 ની લીડ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ એશિઝ સીરીઝની પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું છે. બ્રિસ્બેનનાં ગાબા સ્ટેડિયમમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ પહેલા ઈંગ્લેન્ડને 147 અને પછી 297 રનમાં ઓલઆઉટ કર્યું હતું. કાંગારુ સ્પિનર નાથન લિયોનને પ્રથમ ઇનિંગમાં કોઈ વિકેટ મળી ન હોતી, પરંતુ તેણે બીજી ઈનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. લિયોને શનિવારે મેચનાં ચોથા દિવસે આ તમામ વિકેટો ઝડપી હતી.
Nathan Lyon joined elite company today as the 17th man to reach 4️00 Test wickets!
Don't miss a ball of the Ashes series on https://t.co/CPDKNx77KV (in selected regions).#AUSvENG #WTC23 pic.twitter.com/atCupMknks
— ICC (@ICC) December 11, 2021
આ પણ વાંચો – Ashes series / બ્રિસબેન ટેસ્ટમાં ઈંગ્લેન્ડ પર ભારી પડ્યાં કાંગારુ, સીરીઝમાં મેળવી 1-0 ની લીડ
ઓસ્ટ્રેલિયાનાં ઓફ સ્પિનર નાથન લિયોને શનિવારે ઇંગ્લિશ બેટ્સમેન ડેવિડ મલાનને આઉટ કરીને તેની વિકેટોની સંખ્યા 400 સુધી પહોંચાડી દીધી હતી. આ સાથે તેનું નામ શેન વોર્ન અને ગ્લેન મેકગ્રા જેવા મહાન ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયું છે. ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ લેનારો લિયોન માત્ર ત્રીજો બોલર છે. જ્યારે લિયોને 399 પછી તેની 400મી વિકેટ મેળવવા માટે લગભગ એક વર્ષ રાહ જોવી પડી હતી, ત્યારે કાંગારુ સ્પિનરે 400મીથી 401મી વિકેટ લેવા માટે વધુ રાહ જોવી પડી ન હોતી. 6 જાન્યુઆરી 2020નાં રોજ, લિયોને બીજે વોટલિંગને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને ન્યૂઝીલેન્ડ સામે 3-0થી સીરીઝ જીત અપાવી હતી. ટેસ્ટ ક્રિકેટમાં આ તેની 390મી વિકેટ હતી. એક વર્ષ પછી, 19 જાન્યુઆરી 2021નાં રોજ, ભારત સામેની ગાબા ટેસ્ટનાં છેલ્લા દિવસે, તેણે વોશિંગ્ટન સુંદર તરીકે તેની 399મી વિકેટ ઝડપી હતી, જ્યારે 10 ડિસેમ્બર 2021 સુધીમાં, લિયોન 400 ટેસ્ટ વિકેટ લેનાર ત્રીજો ઓસ્ટ્રેલિયન બનવાની રાહ જોઈ રહ્યો હતો. આખરે તેની ધીરજે તેને ફળ આપ્યું.
400 of the very best from Nathan Lyon! 🐐
He becomes the 17th player to achieve the milestone in men's Test cricket, joining Shane Warne and Glenn McGrath as the only other Australian players #Ashes pic.twitter.com/hbdIjXVr6F
— Cricket Australia (@CricketAus) December 10, 2021
લિયોનને 400મી વિકેટ મેળવવા માટે લાંબી રાહ જોવાનું એક કારણ એ છે કે ઓસ્ટ્રેલિયન ટીમ ઓછી ટેસ્ટ મેચ રમી રહી છે. 2019ની એશિઝ સીરીઝ બાદ આ તેની માત્ર 10મી ટેસ્ટ મેચ છે. ગયા વર્ષે ભારત સામેની પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં જ્યારે ટીમ ઈન્ડિયા 36 રનમાં આઉટ થઈ ગઈ ત્યારે લિયોને બોલિંગ કરવાની જરૂર નહોતી. મેલબોર્ન ટેસ્ટની બીજી ઇનિંગમાં બચાવવા માટે કોઇ લક્ષ્યો બાકી રહ્યુ જ નહોતુ. જો કે, પછીની બે મેચમાં ભારતે લિયોનનો સામનો શાનદાર રીતે કર્યો હતો.
