Cricket/ મેચ ફિક્સિંગ મામલે હવે આ બે ખેલાડીઓને ICC એ કર્યા સસ્પેન્ડ

મેચ ફિક્સિંગમાં દોષી સાબિત થયા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) નાં બે ક્રિકેટર મોહમ્મદ નાવેદ અને શમીન અનવર બટ્ટને સસ્પેન્ડ કરી દીધા છે…..

Sports

મેચ ફિક્સિંગમાં દોષી સાબિત થયા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) નાં બે ક્રિકેટર મોહમ્મદ નાવેદ અને શમીન અનવર બટ્ટને સસ્પેન્ડ કરી દીધા છે.

આઇસીસીએ કહ્યું કે મોહમ્મદ નાવેદ અને શમીન અનવર પર આઈસીસીનાં ભ્રષ્ટાચાર વિરોધી કોડ હેઠળ ઓક્ટોબર 2019 માં ટી-20 વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં આરોપ મૂકાયો હતો અને યુએઈમાં ક્વોલિફાયર શરૂ થયાનાં થોડા દિવસ પહેલા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આઇસીસીએ કહ્યું કે, આ જોડી સસ્પેન્ડ રહેશે અને નિયમો સમયે પ્રતિબંધોનું પાલન કરવામાં આવશે. 2019 ટી-20 વર્લ્ડ કપ ક્વોલિફાયર દરમિયાન બંને મેચ ફિક્સિંગમાં સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. ક્રિકેટનાં સર્વોચ્ચ સંસ્થાએ કહ્યું કે, બંનેને આઇસીસી એન્ટી કરપ્શન કોડનાં આર્ટિકલ 2.1.1 અને 2.4.4 નું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, 41 વર્ષિય શમીન અનવર બટ્ટ વનડે અને ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. વળી યુએઈ તરફથી નાવેદ સૌથી વધુ વિકેટ લેનાર છે. સુનાવણી બાદ આઈસીસીએ એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે, મોહમ્મદ નાવીદ અને શમીન અનવર બટ્ટ સસ્પેન્ડ રહેશે અને નિયત સમયે પ્રતિબંધ મૂકવામાં આવશે.

Cricket / વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની તારીખોમાં ફેરફાર, IPL બન્યું કારણ

Cricket / માહીનો નવો લૂક આવ્યો સામે, જોઇને તમે પણ કહેશો વાહ

Cricket / રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયો આ દિગ્ગજ ખેલાડી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો