Not Set/ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ફાઈનલ મેચમાં ઈશાંત શર્મા ઈજાગ્રસ્ત, આંગળીઓમાં આવ્યા ટાંકા

WTC ફાઈનલ મેચ દરમ્યાન ભારતીય ફાસ્ટ બોલર ઇશાંત શર્માનને ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદ તેણે સર્જરી કરાવી હોવાનુ સામે આવી રહ્યુ છે. 

Sports

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ WTC ફાઈનલ મેચ કીવી ટીમે પોતાના નામે કરી ઈતિહાસ રચ્યો છે. જ્યારે બીજી તરફ ભારતીય ટીમે સતત સારા પ્રદર્શન બાદ ફાઈનલ મેચમાં હારનો સ્વાદ ચાખ્યો છે. જણાવી દઇએ કે, આ મેચ દરમ્યાન ભારતીય ફાસ્ટ બોલર ઇશાંત શર્માનને ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદ તેણે સર્જરી કરાવી હોવાનુ સામે આવી રહ્યુ છે.

ક્રિકેટ / વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની એક જ ફાઈનલ હોવી જોઇએ જે રોમાંચિત હોય છે : કેન વિલિયમસન

આપને જણાવી દઇએ કે, વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ દરમ્યાન તેની બોલિંગ ફિંગર લોહી થી લથપત થઇ ગઇ હતી. ટાંકાઓ લગાવ્યા બાદ, તે ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝ પહેલા ફિટ રહેવાની સંભાવનાઓ છે. અનુભવી પેસરે પોતાની જ બોલિંગમાં ડ્રાઈવ રોકવાનો પ્રયાસ કર્યો હતો, જે સમયે આંગળી પર ઇજા પહોંચી હતી. તેને જલ્દીથી મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. ઈશાંત શર્માને આ ઈજા કેટલી ગંભીર છે તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે, તેનો બોલિંગ હાથ લોહીથી લથપત થઇ ગયો હતો. અને ત્યારબાદ તેની સર્જરી કરવામાં આવી હતી. જો કે આ વચ્ચે હવે ઈશાંત શર્મા માટે એક મોટુ સંકટ ઉભુ થઇ શકે છે.

નિષ્ફળતા / ન્યુઝીલેન્ડ વિરુદ્ધ હાર બાદ કોહલીનું વિરાટ કદ ઘટ્યું, કેપ્ટનશીપ ઉપર ઉઠી રહ્યા છે સવાલ

જણાવી દઇએ કે, 4 ઓગસ્ટથી ઈંગ્લેન્ડ સામે શરૂ થનારી પાંચ ટેસ્ટ મેચની સિરીઝ પહેલા સિનિયર ઝડપી બોલર સ્વસ્થ થાય છે કે નહી તે જોવાનુ રહેશે. મેચેમાં ઘણીવાર એક ખેલાડીનાં ઈજાગ્રસ્ત થવાના કારણે બાજી વિરુદ્ધ ટીમનાં ફેવરમાં ચાલી જતી હોય છે. આપને જણાવી દઇએ કે, અતિશય લોહી નીકળવાનાં કારણે તેને તુરંત જ મેદાનમાંથી બહાર કાઠવામાં આવ્યો હતો. બીસીસીઆઈનાં એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, “ઈશાંતને તેના જમણા હાથની મધ્ય અને ચોથા આંગળીમાં ટાંકા આવ્યા છે. જો કે તે બહુ ગંભીર નથી.” ટાંકા લગભગ 10 દિવસ બાદ રિકવર થઇ જશે. જણાવી દઇએ કે, ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટે છ અઠવાડિયા બાકી રહ્યા છે, તો ત્યા સુધીમાં ઈશાંત શર્માની સમયસર સ્વસ્થ થવાની સંભાવના છે. ભારતીય ટીમે ગુરુવારે સાઉથેમ્પ્ટનથી લંડન પ્રવાસ કર્યો હતો.

WTC ફાઇનલ / ન્યુઝીલેન્ડે ભારતને આઠ વિકેટે હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો

અધિકારીએ કહ્યું, “ટીમે સાથે મળીને લંડનની મુસાફરી કરી હતી. અહીંથી તે બધા 20 દિવસનાં વિરામ માટે યુકેમાં તેમના સંબંધિત સ્થળો માટે રવાના થઈ શકે છે.” મોટાભાગનાં ખેલાડીઓનાં લંડન અને તેની આસપાસ જાણકાર હોવાના કારણે, તેમના માત્ર યુકેનની રાજધાનીમાં હોવાની આશા છે. સુત્રોનું કહેવુ છે કે, “તેમાંથી કેટલાક ટેનિસ ચાહકો છે અને જો વિમ્બલ્ડન દર્શકોને મંજૂરી આપે છે, તો તમે તેઓને કેટલાક શો કોર્ટની મેચોમાં જતા જોઈ શકો છો. કેટલાક વેમ્બલી પર યુરો ગેમ્સ માટેની ટિકિટ ઉપલબ્ધ છે કે કેમ તે જોશે.” તે બધા 14 જુલાઇએ લંડનમાં એકઠા થશે અને ત્યારબાદ નોટિંગહામની યાત્રા કરશે જ્યાં પ્રથમ ટેસ્ટ રમવામાં આવશે.