ગુજરાત/ સુરતમાં જન્મ દિવસની પાર્ટીમાં બોલાવવામાં આવી બાર ડાન્સર, જુઓ Video

સુરતમાં એક જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમા બાર ડાન્સરને બોલાવી બિભત્સ ડાન્સ કરવામાં આવ્યો હતો. જ્યા નાના બાળકો પણ જોવા મળ્યા હતા.

Top Stories Gujarat Surat
સુરત બાર ડાન્સર
  • સુરતમાં જન્મદિનની ઉજવણીનો વીડિયો વાયરલ
  • જન્મ દિવસની પાર્ટીમાં બાર ડાન્સર બોલાવી
  • ભાગાતળાવ વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી
  • બાર ડાન્સર પર ચલણી નોટો ઉડાવી
  • કોવિડ ગાઈડલાઈનના ઉડયા ધજાગરા

બે દિવસ પહેલા 100 ટકા વેક્સિનેશનને લઇને સુરત શહેરનાં રહેવાસીઓનાં ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. આજે ફરી સુરત શહેર ચર્ચામાં આવ્યુ છે. જો કે આ વખતે કોઇ સારા કાર્યને લઇને નહી પણ એક વિવાદિત વાયરલ વીડિયોને લઇને સુરત ચર્ચામાં આવ્યુ છે.

આ પણ વાંચો – મોટા સમાચાર / RBI એ વ્યાજદરમાં નથી કર્યો કોઇ ફેરફાર, સસ્તી Home લોનની આશાઓ પર ફેરવાયુ પાણી

આપને જણાવી દઇએ કે, એક વીડિયો સામે આવ્યો છે, જેને લઇને કહેવાઇ રહ્યુ છે કે આ વીડિયો સુરતનો છે, જ્યા એક જન્મદિવસની ઉજવણી કરવામાં આવી, જેમા બાર ડાન્સરને બોલાવી બિભત્સ ડાન્સ કરવામાં આવ્યો હતો. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, ભાગાતળાવ વિસ્તારમાં જન્મદિવસની આ ઉજવણી કરવામાં આવી હતી, જેમા બાર ડાન્સરને બોલાવવામાં આવી હતી. વીડિયોમાં જોઇ શકાય છે કે, બાર ડાન્સર પર લોકો પૈસા ઉડાવી રહ્યા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ બિભત્સ ડાન્સ સમયે ત્યા નાના બાળકો પણ હાજર દેેખાઇ રહ્યા છે. જેમા એક નાની છોકરી તે બાર ડાન્સર પર પૈસા ઉડાડતી પણ નજરે ચઢે છે. આ પાર્ટીમાં કોરોના ગાઇડલાઇનનો પણ ભંગ કરવામાં આવ્યો હતો.

જુઓ સમગ્ર અહેેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…