OMG!/ આ શખ્સને 70 કિલો કેળાનાં મળશે 4 કરોડ રૂપિયા

ઓસ્ટ્રેલિયાનાં ક્વીન્સલેન્ડમાં એક વ્યક્તિએ તેના માલિક સામે 5 લાખ ડોલરનો દાવો કર્યો હતો જે બાદ કોર્ટે તેની તરફેણમાં ચુકાદો આપ્યો છે.

Ajab Gajab News
70 કિલો કેળાનાં 4 કરોડ

ઓસ્ટ્રેલિયાનાં ક્વીન્સલેન્ડમાં એક વ્યક્તિએ તેના માલિક સામે 5 લાખ ડોલરનો દાવો કર્યો હતો જે બાદ કોર્ટે તેની તરફેણમાં ચુકાદો આપ્યો છે. જણાવી દઇએ કે, ખેતરમાં કામ કરતા આ માણસે આરોપ લગાવ્યો હતો કે માલિકનાં ખેતરમાં ઝાડ પરથી લગભગ 70 કિલો કેળા તેના પર પડ્યા હતા, જેના કારણે તે ઈજાગ્રસ્ત થયો હતો. તેથી, તેને નુકસાની તરીકે 5 લાખ ડોલર આપવા જોઈએ.

70 કિલો કેળાનાં 4 કરોડ

આ પણ વાંચો – અમેરિકાને મોટો ફટકો / ચીન નજીક દરિયામાં પરમાણુ સબમરીનનો રહસ્યમય અકસ્માત થતા, 11 ખલાસીઓ ઘાયલ થયા

એક અહેવાલ મુજબ, કુકટાઉન નજીકનાં ખેતરમાં જેેમ લોંગબોટમ નામનાં માણસ પર એક વૃક્ષ અને તેનુ પડ્યુ હતુ. આ વૃક્ષ જેમે ખેતરમાં જ્યારે કામ કરતો હતો તે વખતે તેના માથા પર પડ્યું હતુ. જૂન 2016 માં, તે એલ એન્ડ આર કોલિન્સનાં ક્ષેત્રમાં કેળાની લણણી દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. પરંતુ આ કેસમાં કોર્ટનો નિર્ણય તાજેતરમાં આવ્યો છે. કર્મચારીએ વળતર માટે દલીલ કરી હતી કે કંપની અત્યંત બેદરકાર હતી, આ જ કારણ છે કે તેની સાથે અકસ્માત થયો હતો. આ કેસમાં જસ્ટિસ કેથરિન હોમ્સે કોર્ટમાં કહ્યું હતું કે, કેળાનું વૃક્ષ અસામાન્ય રીતે લાંબુ હતું અને કેળા અસામાન્ય રીતે ઉંચાઇ પર હતા. જૈમે તેના જમણા ખભા પર જથ્થો અને ઝાડ પકડી રાખ્યું અને તેની જમણી બાજુએ જમીન પર પડી ગયો. અકસ્માત બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો જે પછી તે કામ પર પાછો ફર્યો ન હતો. કોર્ટ અનુસાર, કેળાનું વજન લગભગ 70 કિલો હતું. તે માણસ ત્યારથી કામ કરતો ન હતો કારણ કે તેની ઈજાઓ તેને કામ કરતા અટકાવી રહી હતી.

70 કિલો કેળાનાં 4 કરોડ

આ પણ વાંચો – Interesting / આ દેશમાં Underwear ની થઇ ભારે અછત, લોકો 3થી 4 ગણો ભાવ આપી કરી રહ્યા છે ખરીદી

કેસની સુનાવણી કર્યા બાદ જજે કામદારનાં દાવાઓને સમર્થન આપ્યું હતુ. તેના નિર્ણયમાં ન્યાયાધીશે તેના એમ્પ્લોયર (માલિક) ને કામદારને $ 502,740 એટલે કે 3,77,15,630 રૂપિયાનું વળતર ચૂકવવા કહ્યું.