ગાંધીનગર પેથાપુર ગૌ શાળા પાસે તરછોડાયેલ બાળકના પિતાને પોલીસે રાજસ્થાનના કોટાથી ઝડપી લીધો છે. આ મામલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કર્યો હતો કે, બાળકનું નામ શિવાંશ છે, અને તે પિતા સચિનના પત્નીનું નથી. પોલીસ પિતાને રાજસ્થાનથી પરત ગુજરાત લાવી રહી છે. ત્યારે આ દરમિયાન જાણવામાં મળી રહ્યું છે કે, શિવાંશ ના પિતા સચિનની પ્રેમિકા વડોદરાની હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, સચિન વડોદરા નોકરી કરતો હોવાથી શંકા પોલીસને છે.
આ પણ વાંચો :દેશમાં 19 હજારથી ઓછા નવા કોરોના કેસ, છેલ્લા 24 કલાકમાં 214 સંક્રમિતોએ ગુમાવ્યો જીવ
આપને જણાવી દઇએ કે, સચિનની પત્ની આરાધનાએ જણાવ્યું છે કે તે સચિનની પ્રેમિકા વિશે કંઈ જાણતી નથી. સાથે સાથે એવું પણ કહ્યું કે હું જ્યારે કોટા ગઈ હતી ત્યારે મારે ગેરહાજરીમાં સચિને આ કારસ્તાન કર્યું છે. પતિના પ્રેમસબંધ બાબતે કશુ જાણતી નથી.

સચિન જ શિવાંગના પિતા છે તે કેવી રીતે ખબર પડી
પોલીસ કર્મચારીઓ તપાસમાં સચિન સુધી પહોંચ્યા હતા. સચિન જ દીકરાને ગૌશાળામાં મૂકીને રાજસ્થાન ભાગી ગયો હતો. પોલીસ તેના સુધી પહોંચી ત્યારે તેની સેન્ટ્રો કારમાંથી શિવાંશ નો બૂટ મળી આવ્યો હતો, જેથી તે જ બાળકનો પિતા છે તે કન્ફર્મ થઈ ગયુ હતું. વડોદરાની ઓઝોન ઓવરસિઝ કંપનીમાં આસિ.મેનેજર તરીકે કામ કરતા સચિનના પરિવારમાં માતા-પિતા, પત્ની અને આશરે 5 વર્ષનું બાળક છે. તેની પત્ની જીઆઇડીસીમાં પોતાની કંપની ધરાવે છે. સચિન દિક્ષિત મૂળ ઉત્તરપ્રદેશનોવતની છે અને ગાંધીનગરમાં ડી-35, સેક્ટર-26માં ગ્રીનસિટી સોસાયટી રહે છે. શિવાંશને ગૌશાળામાં તરછોડ્યા બાદ પરિવારના ચાર સભ્યો ઘરે તાળું મારીને જતાં રહ્યાં હતાં.
આ પણ વાંચો : 10 ઓક્ટોબર 2021, શુક્રવારના દિવસે તમને કયા ફળની પ્રાપ્તિ થઈ શકે છે?
190થી વધુ પરિવારોએ દત્તક લેવાની તૈયારી દર્શાવી
આ ઉપરાંત હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ભાજપના મહિલા કોર્પોરેટર યશોદા બનીને આ બાળકને તેના માતાએ જેટલો પ્રેમના આપ્યો હોય એ પ્રકારનો પ્રેમ આપ્યો હતો. બાળકના પિતા વડોદરાની ઓઝોન ઓવરસિઝ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ પર છે. 190થી વધુ પરિવારોએ બાળકને દત્તક લેવા માટે કીધુ હતું. અને સાથે જ હર્ષ સંઘવીએ પોલીસની ટીમનો પણ આભાર માન્યો હતો.
હાલ સચિન દિક્ષિત સેક્ટર-26 ખાતે તેની પત્નિ અને ચાર વર્ષના બાળક તેમજ માતા-પિતા સાથે રહે છે. ત્યારે આ 11 માસના બાળકનો પિતા સચિન છે પરંતુ તેની માતા કોણ છે તે અંગેનો ખુલાસો સચિન દિક્ષિતની પુછપરછ બાદ થઇ શકશે. તો આ બાળકનું નામ શિવાંસ હોવાનું પણ જાણવા મળ્યું છે. શિવાંસ હાલ ગાંધીનગર સિવિલ ખાતે સ્પેશ્યલ વોર્ડમાં રહેશે. તેમજ તેના માતા કોણ છે અને તેઓના પુત્રનો સત્તાવાર કબ્જો લે તે માટે પણ પોલીસ કાર્યવાહી કરશે.
આ પણ વાંચો :આગામી ચાર દિવસ આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરાઈ
ઉલ્લેખનીય છે કે શિવાંસ ગઇકાલે ગૌશાળામાં મળી આવતાં તેને ગાંધીનગર સિવિલ ખાતે દાખલ કરાયો હતો. જ્યાં તેની તબિયત સારી હોવાનું તબીબોએ જણાવ્યું હતું. જો તેના માતા-પિતાની ઓળખ પ્રસ્થાપિત ન થાત તો તેને ઓઢવ ખાતે મોકલી આપવાનો હતો પરંતુ હવે તે ગાંધીનગર ખાતે જ રહેશે.બીજી તરફ ગૃહરાજ્યમંત્રીએ ગાંધીનગર રેન્જઆઇજી અભય ચુડાસમા, એસ.પી. મયુર ચાવડા સહિતના અધિકારીઓને આ કેસને ઉકેલવા માટે અભિનંદન પાઠવ્યાં છે.
