સોશિયલ મીડિયા પર અવારનવાર પક્ષીઓના વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો એવા હોય છે ,જે જોઈને ખુબ આશ્વર્ય થાય છે. ત્યારે કેટલાક વીડિયોમાં પક્ષીઓની હરકત જોઈને હસવુ પણ આવે છે. હાલ સોશિયલ મીડિયા પર આવો જ એક મરઘીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ મરઘીઓની પરેડ જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.
ઈન્ટરનેટ પર પક્ષીઓના વીડિયોને યુઝર્સ ખુબ પસંદ કરે છે.વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે,સૈનિકોની જેમ આ મરઘી પરેડ કરી રહી છે.બાદમાં તેને જોઈને અન્ય મરધીઓ પણ પરેડકરે છે. મરઘીઓની આ પરેડ જોઈને લોકોને ખુબ હસવુ આવી રહ્યુ છે.મરધીઓનો આ અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.
https://twitter.com/DograTishaa/status/1445646441968402436?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1445646441968402436%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9gujarati.com%2Ftrending%2Fparade-of-hens-viral-on-social-media-people-will-laugh-after-watching-this-349705.html
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @DograTishaa નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે, આ મરઘીએ તો સૈનિકોને ગજબની ટક્કર આપી.જ્યારે અન્ય યુઝર્સ પણ મરઘીની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે. આ મરઘીઓની પરેડે હાલ ઈન્ટરનેટ પર ધુમ મચાવી છે.
