આજે ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં KKRએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. જેમાં પહેલા બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને 192 રન કર્યા છે. તેવામાં ત્રીજી વાર IPLના ચેમ્પિયન બનવા માટે કોલકાતાને 193 રનનો ટાર્ગેટ મળ્યો છે. બંને ટીમે પ્લેઇંગ-11માં કોઈપણ પ્રકારનો ફેરફાર કર્યો નથી.
ચેન્નઈ સુપર કિંગ્સે જીતવા માટે 193 રનનો ટાર્ગેટ આપી કોલકાતાને મોટો લક્ષ આપ્યો છે.ઉલ્લેખનીય છે કે કે કોલકાતાએ 190+ રનનો ટાર્ગેટ બંને ફાઇનલમાં ચેઝ કર્યો છે. 2012માં KKRએ ચેન્નઈ વિરૂદ્ધ 192/5 તથા પંજાબ વિરૂદ્ધ 200/7 રન કરી ટાઈટલ પોતાને નામ કર્યું હતું.
