Not Set/ આ યોજનામાં રોકાણ કરો, બમ્પર વ્યાજ અને ઘણા લાભો મેળવો

SBI માં એક ખાસ સ્કીમ પણ ચલાવવામાં આવી રહી છે, જેથી વરિષ્ઠ નાગરિકો ઉંમરના છેલ્લા તબક્કે કોઈપણ મુશ્કેલી વિના તેમની આર્થિક જરૂરિયાતો પૂરી કરી શકે. બેંકોમાં ચાલતી સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં અન્ય બચત યોજનાઓ કરતા વધુ વ્યાજ મળે છે.

Business
વરિષ્ઠ નાગરિકો આ યોજનામાં રોકાણ કરો,

સરકારે કોરોના સમયગાળા દરમિયાન વરિષ્ઠ નાગરિકો માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. જો તમે પણ તમારા માતાપિતા અથવા ઘરમાં કોઈ વડીલના નામે એફડી કરવાનું વિચારી રહ્યા છો તો  તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની WECARE ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ યોજના ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે છે. આમાં તમને સામાન્ય FD કરતા વધારે વ્યાજ મળશે. આ સાથે, યોજનાના ઘણા ફાયદા છે.

વરિષ્ઠ નાગરિકો માટે ખાસ યોજના
દેશની ટોચની બેન્કો જેમ કે ભારતીય સ્ટેટ બેંક (SBI), HDFC બેંક અને ICICI બેંકમાં વરિષ્ઠ નાગરિકો માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજનાઓ છે. બેંકોએ વરિષ્ઠ નાગરિકો માટે ખાસ એફડી યોજના શરૂ કરી છે. સપ્ટેમ્બરમાં, યોજનાને માર્ચ 2022 સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે.

SBI ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ
વરિષ્ઠ નાગરિકો માટે SBI ની વિશેષ ફિક્સ્ડ ડિપોઝિટ યોજના ‘SBI We Care’ તરીકે ઓળખાય છે. SBI એ આ યોજના 12 મેના રોજ શરૂ કરી હતી. આ યોજનામાં 5 વર્ષ માટે રોકાણ કરવામાં આવે છે. આ યોજનામાં વધુમાં વધુ 2 કરોડ રૂપિયા જમા કરાવી શકાય છે.

SBI ની નવી વેકેર ડિપોઝિટ સ્કીમમાં, 30 બેસિસ પોઈન્ટનું વધારાનું 30 bps પ્રીમિયમ વ્યાજ 5 વર્ષ કે તેથી વધુના સમયગાળાની થાપણો (FDs) પર ઉપલબ્ધ થશે. આ ફક્ત વરિષ્ઠ નાગરિકોના રોકાણ પર ઉપલબ્ધ થશે. આ યોજનામાં નિયત સમયગાળામાં નોંધણી કરાવનાર ગ્રાહકોને જ લાભ મળશે.

વરિષ્ઠ નાગરિકો માટે ટર્મ ડિપોઝિટ પર વ્યાજ

  • વરિષ્ઠ નાગરિકોને 5 વર્ષથી ઓછી રિટેલ મુદતની થાપણો પર સામાન્ય લોકો કરતા 0.50% વધુ વ્યાજ મળશે.
  • 5 વર્ષથી ઉપરના રિટેલ મુદતની થાપણો વધારાના 0.30% સહિત 0.80% વ્યાજ આકર્ષિત કરશે.
  • જો કે, અકાળે ઉપાડ પર કોઈ વધારાનું વ્યાજ ચૂકવવામાં આવશે નહીં.

બિહાર / તેજપ્રતાપ યાદવે પિતા-ભાઈ વિરુદ્ધ ખોલ્યો મોરચો, કોંગ્રેસને આપશે સમર્થન

ગરુડ પુરાણ / શું ભૂત ખરેખર અસ્તિત્વ ધરાવે છે? …