અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનના પૌત્ર અનીસ-ઉલ-ઇસ્લામને સરકારી નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. પૌત્રે ઘાટીમાં આતંકવાદને ટેકો આપવાની કિંમત ચૂકવી છે.
અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના પૌત્ર અનીસ-ઉલ-ઇસ્લામને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને ટેકો આપવાના આરોપસર સરકારી નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો છે. વહીવટી અધિકારીએ શનિવારે આ માહિતી આપી. અધિકારીએ જણાવ્યું હતું કે અનીસ સંશોધન અધિકારી તરીકે કામ કરતો હતો.
ઉલ્લેખનીય છે કે અલગાવવાદી નેતાઓનું પાકિસ્તાન કનેકશન જગ જાહેર છે ,ગિલાનીને પણ પાકિસ્તાનના પ્રમુખ સમર્થક માનવામાં આવતા હતા. આ ગિલાનીનું થોડા મહિના પહેલા જ નિધન થયું છે. નોધનીય છે કે ગિલાની આતંકવાદી પ્રવૃતિને પણ સમર્થન આપતાં હતા તેના લીધે સરકારે તેમના વિરૂદ્વ કાર્યવાહી પણ કરી હતી.
