જમ્મુ કાશ્મીરમાં દેશની સુરક્ષામાં રહેલા ખેડાના વણઝારીયા ગામના આર્મી જવાન ફરજ દરમિયાન જમ્મુ કાશ્મીરમાં શહીદ થયા છે. હરીશ પરમાર નામના આ જવાન 2016માં ઈન્ડિયન આર્મીમાં જોડાયા હતાં. તેમની શહીદીના સમાચાર વણઝારીયા ગામમાં પ્રસરતા નાના એવા ગામમાં શોક વ્યાપી ગયો છે. હરિશસિંહ પરમાર જમ્મુ કાશ્મીરના મછલ સેકટર પાસે આંતકી હુમલામાં શહીદ થયા છે. આપને જણાવી દઈએ કે, શહીદના પાર્થિવદેહને અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવશે.
આ પણ વાંચો :રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા 22 કેસ નોંધાયા
જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે ઘણા દિવસથી અથડામણ ચાલી રહી છે. છ દિવસથી ચાલી રહેલા આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધી 9 સૈનિકો શહીદ થયા છે જેમાં 2 જેસીઓ પણ સામેલ છે. શનિવારે સર્ચ ઓપરેશન દરમિયાન એક જેસીઓ સહિત 2 સૈનિકોની લાશ મળી હતી. બીજી બાજુ કાશ્મીરમાં સેનાએ નાગરિકોની હત્યા બાદ 9 જેટલી અથડામણમાં 13 જેટલા આતંકવાદીઓને ઠાર કર્યા છે. IGP વિજય કુમારે કહ્યું છે કે અમે છેલ્લા 24 કલાકમાં શ્રીનગર શહેરના 5 પૈકી 3 આતંકવાદીને ઠાર કરી નાંખ્યા છે.
આ પણ વાંચો : અયોધ્યા તીર્થયાત્રા માટે રાજ્યના આદિવાસીઓને રૂ.5,000ની આર્થિક સહાય મળશે
ખેડાના કપડવંજના વણઝારીયા ગામના જવાન હરીશ પરમારની શહીદીના સમાચાર મળતા પરિવાર સહિત 2500ની વસ્તી ધરાવતું ગામ શોક મગ્ન થયું છે. હરીશ પરમારના પરિવારજનો પોંક મૂકી રડી રહ્યા છે. ગામલોકો સહિત આસપાસના વિસ્તારના લોકો પરિવારને સાંત્વના પાઠવવા પહોંચી રહ્યા છે.અને પરિવાર સાથે દૂ:ખની ઘડીમાં સાથ આપી રહ્યા છે દિલાસો આપી રહ્યા છેઃ સાથેજ ભારત માતા કી જય અને અમર જવાન હરીશ પરમાર શહીદ રહોના નારા લાગી રહ્યા છે.
આ પણ વાંચો :હવે રાજયમાં બદલી મેળવવી થઈ એકદમ સરળ રહેશે
આ પણ વાંચો :રણજી ક્રિકેટર અવી બારોટના નિધન પર CM ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યું દુ:ખ
આ પણ વાંચો :પ્રાથમિક શિક્ષણને મળશે વેગ, મુખ્યમંત્રીએ 3 હજાર શાળાઓને A+ ગ્રેડમાં…
