ગુજરાતથી અયોધ્યા તીર્થયાત્રા પર જતા આદિવાસીઓને સરકાર 50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપશે. રાજ્યના પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ આ જાહેરાત કરી છે. એક સત્તાવાર જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાત સરકાર અયોધ્યામાં રામજન્મભૂમિની તીર્થયાત્રા કરનાર દરેક આદિવાસીને 5000 રૂપિયાની આર્થિક સહાય આપશે. પ્રવાસન મંત્રીએ કહ્યું કે આદિવાસી લોકો શબરી માતાના વંશજ છે. ભગવાન રામ તેમના 14 વર્ષના વનવાસ દરમિયાન શબરી માતાને મળ્યા હતા. હવે તેમના વંશજોને અયોધ્યા યાત્રા માટે આર્થિક સહાય આપવામાં આવશે.
આ પણ વાંચો ;કોચ તરીકે નિમણુક / રાહુલ દ્રવિડ બન્યા ટીમ ઇન્ડિયાના નવા કોચ
ગુજરાતના પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ આદિવાસી પ્રભુત્વ ધરાવતા ડાંગ જિલ્લામાં શુક્રવારે નાણાકીય સહાયની જાહેરાત કરી હતી. તેઓ સુબીર ગામના શબરીધામમાં લોકોને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે સરકાર અયોધ્યા તીર્થયાત્રા માટે આદિવાસીઓને 5 હજાર રૂપિયાની આર્થિક સહાય આપશે. તેમણે કહ્યું કે આ આર્થિક મદદ કૈલાશ માનસરોવર યાત્રા, સિંધુ દર્શન અને શ્રાવણ યાત્રા માટે આપવામાં આવેલી રકમ સમાન છે.
ગુજરાત સરકારની આ જાહેરાતથી રાજ્યના આદિવાસીઓ માટે ભગવાન શ્રીરામના દર્શન કરવાનું સરળ બનશે. મુસાફરીનો ખર્ચ હવે ગુજરાત સરકાર ઉઠાવશે. સરકાર યાત્રા માટે દરેક આદિવાસીને 5 હજાર રૂપિયાની આર્થિક સહાય આપશે. આ સાથે તેઓ સરળતાથી દર્શન માટે જઈ શકશે. આ યોજનાની જાહેરાત કરતા ગુજરાતના પ્રવાસન મંત્રીએ કહ્યું કે આદિવાસીઓ માતા શબરીના વંશજ છે. અને માતા શબરી ભગવાન રામના પરમ ભક્ત હતા.
આ પણ વાંચો ;મોટા સમાચાર / શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી સામે નોંધાવી FIR, લગાવ્યા આ ગંભીર આરોપ
