Video/ આ ટેણિયાએ જીત્યુ સચિન તેંડુલકરનું દિલ, જુઓ બાળક બોલિંગ તમે પણ …..

સચિન તેંડુલકર દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો ઈન્ટરનેટ પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.યુઝર્સઆ વીડિયો શેર કરી રહ્યા છે

Sports

માસ્ટર બ્લાસ્ટર અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર ભલે હવે સક્રિય ખેલાડી ન રહ્યા હોય પરંતુ તેમનો રમત પ્રત્યેનો પ્રેમ અકબંધ છે. તાજેતરમાં તેણે એક નાના બાળકનો વીડિયો શેર કર્યો છે.આ બાળક જે રીતે બોલિંગ કરે છે.તે જોઈને યુઝર્સને ખુબ આશ્વર્ય થઈ રહ્યુ છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ  પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક બાળક શ્રેષ્ઠ લેગ સ્પિન કરતો જોવા મળે છે, બાળકની બોલિંગ જોઈને સચિન પણ તેની પ્રશંસા કરતા પોતાની જાતને રોકી શક્યો નહી. એટલુ જ નહી આ બોલર કે એક કે બે નહીં, પરંતુ જેટલી વાર બોલ ફેંકી રહ્યો છે, ત્યારે બેટ્સમેનપણ ડોજિંગ કરી રહ્યો છે. આ બાળકના બોલિંગ અંદાજને યુઝર્સ ખુબ પસંદ કરી રહ્યા છે.

આ વીડિયો શેર કરતા સચિને લખ્યું કે, અમેઝિંગ ! આ વિડીયો એક મિત્ર દ્વારા મોકલવામાં આવ્યો હતો, અદ્ભુત છે. આ રમત પ્રત્યે બાળકનો પ્રેમ અને જુસ્સો સ્પષ્ટ દેખાય છે. સચિન તેંડુલકર દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો ઈન્ટરનેટ પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.યુઝર્સઆ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.