સર્ચ ઓપરેશન/ NCBની ટીમ સર્ચ ઓપરેશન માટે અનન્યા પાંડેના ઘરેથી શાહરૂખ ખાનના ઘરે મન્નત પહોંચી

NCBની ટીમ બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે તપાસ માટે પહોચી હતી અને ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું  ટીમને અનન્યાના ઘરેથી કેટલીક શંકાસ્પદ વસ્તુઓ પણ મળી છે

Top Stories

NCBની ટીમ બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે તપાસ માટે પહોચી હતી અને ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું  ટીમને અનન્યાના ઘરેથી કેટલીક શંકાસ્પદ વસ્તુઓ પણ મળી છે.ત્યાંથી એનસીબીની ટીમ શાહરૂખ ખાનના ઘરે મન્નત પહોંચી હતી. આજે ncb ટીમે બપોરે 2 કલાકે અનન્યાને પૂછપરછ માટે બોલાવી છે, મુંબઈ હાઈકોર્ટે આર્યનના જામીન માટે 26 ઓક્ટોબરે સુનાવણી કરવાનું કહેતા NCB ની ટીમ એક્શનમાં આવી છે અને તપાસ  વધુ તેજ કરી દીધી છે  એનસીબીએ આર્યન ખાન સાથે કેટલીક નવી અભિનેત્રી સાથે ચેટ અંગેનો ખુલાસો પણ કર્યો છે.

ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની તપાસનો વ્યાપ બોલિવૂડમાં વધી રહ્યો છે. એનસીબીની એક ટીમ ગુરુવારે સવારે બાંદ્રામાં બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે તપાસ માટે પહોંચી હતી અને ચારથી પાંચ કલાકની તપાસ બાદ રવાના થઈ હતી. એનસીબીની ટીમે અનન્યાના ઘરેથી કેટલીક વસ્તુઓ પણ તેમની સાથે લીધી છે, પરંતુ તે શું છે તે જાણી શકાયું નથી.

અનન્યા પાંડે અભિનેતા ચંકી પાંડેની પુત્રી છે અને તેણે કરણ જોહરની ફિલ્મ ‘બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ થી ડેબ્યૂ કર્યું હતું. કોર્ટમાં, જે અભિનેત્રી સાથે એનસીબીએ આર્યન ખાનની ડ્રગ ચેટનો દાવો કર્યો હતો તે અનન્યા પાંડે હોવાનું કહેવાય છે.