ગુજરાત/ ગુજરાતનું ગૌરવ વધારનાર પેરાલિમ્પિક્સ સિલ્વર મેડાલિસ્ટ ભાવિના પટેલને રૂ.૩ કરોડનો ચેક હર્ષ સંઘવીએ આપ્યો

મહેસાણા જિલ્લાના સુંઢિયાની યુવતીને બાળપણથી પોલિયોની અસર થતાં તેના બન્ને પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. જો કે મક્કમ મન ધરાવતી ભાવિના પટેલે સ્નાતક સુધી અભ્યાસ કર્યો છે

Gujarat Others

ટોક્યો ૨૦૨૧ પેરાલિમ્પિક્સમાં ભારતનું અત્યાર સુધીનું સૌથી ઉજળું પ્રદર્શન રહ્યું હતું. જેમાં ગુહરતનું ગૌરવ વધારનાર ભાવિના પટેલને યુવા સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ રૂ.૩ કરોડનો ચેક આપી શુભેચ્છા પાઠવી હતી. ભાવિના પટેલે ભારતને ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતાડયો હતો.

રાજ્યના ગૃહ તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી આજે પેરાઓલિમ્પિકના સિલ્વર મેડાલિસ્ટ ભાવિના પટેલના ઘરે પહોંચ્યા હતા. જ્યાં મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ પણ સાથે હતા. હર્ષ સંઘવીએ ભાવિના પટેલના ઘરે જઈને શુભેચ્છાઓ આપી હતી. અને પેરાઓલિમ્પિક અંગે વાતચીત કરી હતી.

આ પણ વાંચો ;ગુજરાત / 28મીએ દેશના રાષ્ટ્રપતિ ભાવનગરમાં પીએમ આવાસ યોજનાનું કરશે લોકાર્પણ

આ ઉપરાંત હર્ષ સંઘવીએ ભાવિના પટેલ તેમના ઘરે જ્યાં પ્રેક્ટીસ કરતા હતા તે ટેબલ ટેનિસની જગ્યાની પણ મુલાકાત લીધી હતી. અન્ય ખેલાડીઓ સાથે પણ ભાવિના પટેલના ઘરમાં હીંચકા પર બેસીને વાતચીત કરી હતી. મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ સાથે પણ રમતગમત અંગે ચર્ચા કરી હતી.

મહેસાણા જિલ્લાના સુંઢિયાની યુવતીને બાળપણથી પોલિયોની અસર થતાં તેના બન્ને પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. જો કે મક્કમ મન ધરાવતી ભાવિના પટેલે સ્નાતક સુધી અભ્યાસ કર્યો છે. કમ્પ્યુટરનો અભ્યાસ કરવા માટે અંધજનમંડળ, અમદાવાદ ખાતે તેને મૂકવામાં આવી હતી, જ્યાં તેણે ટેબલ ટેનિસ રમતા ખેલાડીઓ જોઇને આ સ્પોર્ટ્સમાં કંઇક કરવાની ઇચ્છા જાગી હતી.

આ પણ વાંચો ;રણી /  ગાંધીનગરના નવા મેયર તરીકે હિતેશ મકવાણાની વરણી કરાઇ