T20 World Cup/ જીત બાદ બાબર આઝમે ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને જે કહ્યુ તે સાંભળી વિરોધી ટીમોનો છૂટી જશે પરસેવો, Video

ટીમ ઈન્ડિયા પર 10 વિકેટની મોટી જીત છતાં પાકિસ્તાને ડ્રેસિંગ રૂમમાં જશ્ન મનાવવાની જગ્યાએ કેપ્ટન બાબર આઝમે ખેલાડીઓને જૂની ભૂલ વારંવાર ન થાય તેની સલાહ આપી હતી.

Sports
બાબર

ગઈકાલે પાકિસ્તાનની ટીમે તે કર્યું જે પાકિસ્તાનનાં ક્રિકેટ પ્રેમીઓ છેલ્લા ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. અત્યાર સુધી વર્લ્ડકપની મેચોમાં પાકિસ્તાન સામે અજેય રહેલી ભારતની ટીમને ગઈ કાલની વર્લ્ડકપ T20 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. દુબઈ અને ઓમાનમાં રમાઈ રહેલા T20 વર્લ્ડકપ 2021ની લીગ મેચમાં આવું બન્યું હતું. જ્યાં ગ્રુપ B ની મેચમાં બંને ટીમો સામસામે હતી. પાકિસ્તાને ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. જેમા ભારતનું પ્રદર્શન શરૂઆતથી જ ખરાબ રહ્યુ હતુ.

આ પણ વાંચો – T20 World Cup / પાકિસ્તાનની ભારત વિરુદ્ધ ICC વર્લ્ડકપમાં પહેલી જીત પર શું બોલ્યા PM ઈમરાન ખાન

આપને જણાવી દઇએ કે, ભારતની ટીમે બે આંકડામાં પહોંચે તે પહેલા જ બે મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. ભારતે પાકિસ્તાનને કુલ 151 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવ્યા હતા. વિરાટે કુલ 57 રન બનાવ્યા હતા. પાકિસ્તાને ભારત તરફથી 151 રનનો લક્ષ્યાંક કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કર્યો હતો. આપને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા પર 10 વિકેટની મોટી જીત છતાં પાકિસ્તાને ડ્રેસિંગ રૂમમાં જશ્ન મનાવવાની જગ્યાએ કેપ્ટન બાબર આઝમે ખેલાડીઓને જૂની ભૂલ વારંવાર ન થાય તેની સલાહ આપી હતી. પાકિસ્તાન ક્રિકેટ દ્વારા તેના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં, ભારત સામેની જીત બાદ બાબરે ટીમને ઘણુ કહેવુ જરૂરી સમજ્યુ, જેમાં પહેલા ખેલાડીઓનાં પ્રદર્શનની પ્રશંસા કરી અને આ જીતને પૂરી ટીમની જીત ગણાવી. પાકિસ્તાની કેપ્ટને ખેલાડીઓને આ જીતનો આનંદ માણવા કહ્યું, પણ સાથે તે પણ કહ્યુ કે ભૂલશો નહીં આ માત્ર શરૂઆત છે અને ટીમનો ધ્યેય T20 વર્લ્ડકપ જીતવાનો છે. બાબરે પોતાની ટીમનાં ખેલાડીઓને વિનંતી કરી કે આ વિજયને માથા પર ન ચઢવા દો અને આગામી મેચો માટે તૈયાર રહો. તેણે કહ્યું કે મોટી જીત મેળવ્યા પછી પાકિસ્તાનની ટીમ આગલી મેચમાં હારે છે અને આ વખતે એવું કરવાનું નથી.

https://twitter.com/TheRealPCB/status/1452353057212223491?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1452353057212223491%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fhindi.pardaphash.com%2Ft20-world-cup-2021-celebration-not-celebrated-in-pakistans-dressing-room-babar-azam-said-this-to-fellow-players%2F

આ પણ વાંચો – T20 World Cup / મેચનાં અંતે ધોની પાકિસ્તાની ખેલાડીઓને સમજાવતો જોવા મળ્યો, ICC એ શેર કર્યો Video

ઉલ્લેખનીય છે કે,  29 વર્ષ બાદ પાકિસ્તાની ટીમ વર્લ્ડકપમાં કટ્ટર હરીફ ભારત સામે હારનો સિલસિલો તોડવામાં સફળ રહી છે. ભારતે દુબઈમાં આ મેચ પહેલા 1992 થી તમામ 12 મેચો (સાત ODI અને પાંચ T20I) જીતી હતી. વળી, પાકિસ્તાનની જીત પર, કેપ્ટન આઝમે કહ્યું કે છોકરાઓની મહેનતે આ ફળ આપ્યુ. અમે અમારી યોજનાને સારી રીતે અમલમાં મૂકી અને પ્રારંભિક વિકેટ લેવાનો ફાયદો મેળવ્યો. તેણે કહ્યું કે, શાહીને સારી બોલિંગ કરી, જેનાથી અમને આત્મવિશ્વાસ મળ્યો. જે બાદ સ્પિનરોએ પણ દબાણનો ફાયદો ઉઠાવ્યો હતો. રિઝવાન સાથેની ભાગીદારી અંગે પાકિસ્તાનનાં કેપ્ટને કહ્યું કે મારી યોજના ખૂબ જ સરળ હતી. અમે લાંબા સમય સુધી પીચ પર રહેવા માંગતા હતા.