T20 વર્લ્ડકપમાં મંગળવારે ડબલ હેડરની બીજી મેચ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાશે. ન્યૂઝીલેન્ડની ટીમની આ પ્રથમ મેચ અને પાકિસ્તાનની બીજી મેચ હશે. પાકિસ્તાને ભારતીય ટીમ સામે રમાયેલી મેચમાં 10 વિકેટે જીત મેળવી હતી, આવી સ્થિતિમાં તેમનો ઉત્સાહ ચોક્કસપણે ઊંચો હશે અને તેઓ તાજગી સાથે મેદાનમાં ઉતરશે. આ સાથે જ ન્યૂઝીલેન્ડની ટીમ માટે પડકાર પણ કહી શકાય. પ્રથમ મેચમાં અલગ પ્રકારનું દબાણ હોય છે અને તેણે તેનો સામનો કરીને આગળ વધવું પડશે. ન્યૂઝીલેન્ડે હાલમાં જ પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યો હતો, તેથી તે બાબતો પણ પાકિસ્તાની ટીમનાં મગજમાં હશે.

આ પણ વાંચો – T20 World Cup / સ્કોટલેન્ડ વિરુદ્ધ મોટી જીતનો અફઘાનિસ્તાનને થયો ફાયદો, પોઇન્ટ ટેબલમાં પહોંચ્યુ ટોપ પર
ICC T20 વર્લ્ડકપની 19મી મેચમાં આજે પાકિસ્તાનનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે. શારજાહમાં રમાનારી આ મેચમાં પાકિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડ સામે હિસાબ બરાબર કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. વળી, ન્યૂઝીલેન્ડ વર્લ્ડકપમાં જીત સાથે તેના અભિયાનની શરૂઆત કરવા માંગશે. આ મેચમાં તમામની નજર બાબર આઝમ અને કેન વિલિયમસન જેવા મોટા ખેલાડીઓ પર રહેશે, પરંતુ એક ખેલાડી એવો છે જે આ મેચમાં વિકેટ લેવાની સાથે જ ઈતિહાસ રચશે. અમે વાત કરી રહ્યા છીએ 32 વર્ષીય કિવી ફાસ્ટ બોલર ટિમ સાઉદી ની જે આ મેચમાં વિકેટ લેતા જ એક ખાસ ક્લબમાં સામેલ થઈ જશે. જણાવી દઇએ કે, T20I ક્રિકેટમાં અત્યાર સુધી માત્ર 2 બોલર જ 100 વિકેટ લઈ શક્યા છે. જો સાઉદી આજની મેચમાં એક વિકેટ લેશે તો તે T20I ક્રિકેટમાં 100 વિકેટ લેનારો ત્રીજો બોલર બની જશે. સાઉદીએ અત્યાર સુધી 83 મેચમાં 99 વિકેટ ઝડપી છે. T20I ક્રિકેટમાં, બાંગ્લાદેશનો શાકિબ અલ હસન 117 વિકેટ સાથે 100 કે તેથી વધુ વિકેટ લઈને ટોચ પર છે. આ યાદીમાં શ્રીલંકાનાં પૂર્વ ઝડપી બોલર લસિથ મલિંગા 107 વિકેટ સાથે બીજા ક્રમે છે. T20I માં સૌથી વધુ વિકેટ લેવાના મામલે અફઘાનિસ્તાનનો રાશિદ ખાન 52 મેચમાં 99 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે જ્યારે ટિમ સાઉદી એટલી જ વિકેટ સાથે ચોથા સ્થાન પર છે.

આ પણ વાંચો – T20 World Cup / આવતા 10 વર્ષમાં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ તમામ રેકોર્ડ તોડી દેશેઃ ઇન્ઝમામ-ઉલ-હક
હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ બે બોલરોમાંથી કોણ પ્રથમ 100 વિકેટ લઈ શકે છે. જો આજની મેચમાં સાઉદીને કોઈ વિકેટ નહીં મળે તો રાશિદ ખાન પાસે આગામી મેચમાં 100 વિકેટ ઝડપનાર બોલરોની ક્લબમાં સામેલ થવાની સુવર્ણ તક હશે.
સંભવિત XI
પાકિસ્તાન
બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, ફખર ઝમાન, હૈદર અલી, શોએબ મલિક, શાદાબ ખાન, મોહમ્મદ હફીઝ, ઈમાદ વસીમ, શાહીન આફ્રિદી, હસન અલી, હરિસ રઉફ
ન્યૂઝીલેન્ડ
કેન વિલિયમસન (કેપ્ટન), ટિમ સાઉદી, માર્ટિન ગુપ્ટિલ, ગ્લેન ફિલિપ્સ, ડેવોન કોનવે, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર, કાયલ જેમ્સન, ટ્રેન્ટ બોલ્ટ, ઈશ સોઢી, લોકી ફર્ગ્યુસન
