Not Set/ INDvsSA 3rd Test : રોહિત શર્માએ છક્કા સાથે ફટકારી સદી, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડે

ઝારખંડની રાજધાની રાંચીનાં જેએસસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પહેલા બેટિંગ કરતા હિટમેન કહેવાતા રોહિત શર્માએ એકવાર ફરી પોતાના બેટનો કમાલ બતાવ્યો છે. તેણે છક્કા સાથે કેરિયરની છઠ્ઠી અને સીરીઝની ત્રીજી સદી ફટકારી દીધી છે. રોહિત શર્માએ રાંચી ટેસ્ટ મેચમાં ધમાકેદાર સદી ફટકારી છે. રોહિત શર્માની […]

Top Stories Sports

ઝારખંડની રાજધાની રાંચીનાં જેએસસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પહેલા બેટિંગ કરતા હિટમેન કહેવાતા રોહિત શર્માએ એકવાર ફરી પોતાના બેટનો કમાલ બતાવ્યો છે. તેણે છક્કા સાથે કેરિયરની છઠ્ઠી અને સીરીઝની ત્રીજી સદી ફટકારી દીધી છે.

રોહિત શર્માએ રાંચી ટેસ્ટ મેચમાં ધમાકેદાર સદી ફટકારી છે. રોહિત શર્માની ટેસ્ટ કારકિર્દીની આ છઠ્ઠી સદી છે. રોહિત શર્માએ આ ઇનિંગ્સમાં શાનદાર શોટ રમવામાં સફળ રહ્યો છે. રોહિત શર્માએ 131 બોલમાં આ સદી ફટકારી છે. આપને જણાવી દઈએ કે આ ઇનિંગ્સમાં રોહિત શર્માએ 4 સિક્સર ફટકારી હતી. આ ટેસ્ટ સિરીઝમાં રોહિત શર્માએ અત્યાર સુધીમાં કુલ 17 સિક્સર ફટકારી છે, જે કોઈ પણ બેટ્સમેન દ્વારા ટેસ્ટ મેચની શ્રેણીમાં સૌથી વધુ સિક્સર બનાવવાનો રેકોર્ડ છે.

રોહિત શર્મા પહેલા શર્મન હેટ્માયરે બાંગ્લાદેશ સામે વર્ષ 2018-19માં રમાયેલી 2 ટેસ્ટ મેચની શ્રેણીમાં 15 સિક્સર ફટકારી હતી. ટેસ્ટ ઓપનર તરીકે રોહિત શર્માની ત્રીજી સદી છે. નોંધપાત્ર વાત એ છે કે હિટમેન રોહિત શર્માએ ડેન પીટનાં બોલ પર છક્કા ફટકારીને સદી પૂરી કરી હતી. સદીની સાથે સાથે રોહિત શર્માએ તેની ટેસ્ટ કારકિર્દીમાં 2000 ટેસ્ટ રન પૂરા કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ ગ્રાઉન્ડ મહેન્દ્રસિંહ ધોનીનું હોમ ગ્રાઉન્ડ છે. ભારતનાં કેપ્ટન વિરાટ કોહલીએ અહીં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં શાહબાઝ નદીમે ભારત માટે પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી છે. ભારતની નજર આ મેચ જીત્યા બાદ પ્રથમ વખત ટેસ્ટ શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાની ટીમને વ્હાઇટ વોશ કરવા પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.