Not Set/ મિની બસ ખીણમાં પડી જતા 9 વ્યક્તિના મોત થયા , 15 લોકો ઘાયલ થયા

આ અકસ્માતમાં આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત થયું હતું.

India

 ડોડા જિલ્લામાં ગુરુવારે એક મિની બસ રસ્તા પરથી લપસીને ખીણમાં પડી જતાં 9 મુસાફરોના મોત થયા હતા અને 15 અન્ય ઘાયલ થયા હતા.મીની બસ થાથરીથી ડોડા જઈ રહી હતી ત્યારે સુઈ ગોવરી વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું.

આ પણ વાંચો ;કોરોના / કર્ણાટકના કોડાગુમાં જવાહર નવોદય શાળામાં 33 બાળકો કોરોના સંક્રમિત

અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોમાંથી સાતને જમ્મુની સરકારી મેડિકલ કોલેજમાં વિશેષ સારવાર માટે એરલિફ્ટ કરવામાં આવી રહ્યા હતા, જ્યારે અન્યને ડોડાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો ;PIL / સાબરમતી આશ્રમના રિ-ડેવલપમેન્ટ મામલે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ હાઇકોર્ટમાં PIL કરી